બારડોલી: બારડોલીના (Bardoli) વધાવા ગામે (Vadhva village) ટેકરી ફળિયામાં કૌટુંબિક (Family) જમીનના(land) ભાગની વહેંચણી (Distribution) બાબતે પિતરાઈ કુટુંબીઓ વચ્ચે ધીંગાણું મચતાં આશરે 30થી 40 વ્યક્તિના ટોળાએ બચુ સોમા ચૌધરી તથા કુટુંબીજનો ઉપર હુમલો કરતા મચેલા ધીંગાણામાં ત્રણ પુરુષો અને ચાર મહિલા મળી કુલ સાત જણાને ઇજા પહોંચતાં તમામને બારડોલીની સરદાર હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જમીન બાબતની તકરાર યથાવત રહેતાં વધુ રકમની માંગણી કરાતી હતી
જાણવા મળતી માહિતી મુજબ વધાવા ગામે આવેલી બ્લોક નંબર 53 અને ૬૨ વાળી 8:30 વીઘાં કૌટુંબિક જમીન હાલમાં બચુ સોમા ચૌધરીના નામે ચાલતી આવી છે. થોડાં વર્ષો પહેલાં ભાગીયા જમીન બાબતે પિતરાઈ કુટુંબી ભત્રીજાઓને રૂ.૧૮ લાખ ચૂકવી દેવાયા હતા. આમ છતાં જમીન બાબતની તકરાર યથાવત રહેતાં ભત્રીજાઓ દ્વારા વધુ રકમની માંગણી કરાતી હતી. આ બાબતે કોર્ટમાં કેસ કરતાં કોર્ટે બચુ સોમા ચૌધરીની તરફેણમાં મનાઈ હુકમ જારી કર્યો હતો.
- અવારનવાર જમીન બાબતે બોલાચાલી થતી આવી હતી
- જમીન બાબતની તકરાર યથાવત રહેતાં ભત્રીજાઓ દ્વારા વધુ રકમની માંગણી કરાતી
ઘટનાની બારડોલી રૂરલ પોલીસને જાણ કરાઇ
અવારનવાર જમીન બાબતે બોલાચાલી થતી આવી હતી. સોમવારે બચુ ચૌધરીના ભત્રીજાઓના કુટુંબીઓ અને મળતિયાઓ મળી આશરે 30થી 40 જણાના ટોળાએ બચુ સોમા ચૌધરીના ઘરે જઈ બોલાચાલી કરી મારઝૂડ સાથે ધીંગાણું મચાવતાં બચુ ચૌધરી ,કીર્તિ ચૌધરી, મીરા, સુરેશ મોહન પટેલ, ધર્મેશ જયંતી ચૌધરી , રાધા પલ્કેશ ચૌધરી, વીણા પલ્કેશ ચૌધરી મળી ઘરમાં હાજર તમામને માર મારી ઇજા પહોંચાડતાં અને બચુભાઈના ઘરમાંથી રૂપિયા એક લાખ રોકડા, સોનાની ચેઇન અને મંગળસૂત્ર લઈ લેતાં બંને કુટુંબો વચ્ચે મચેલા ધીંગાણામાં ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બચુ ચૌધરીને વધુ માર મરાયો હોવાનું જાણવા મળતાં સમગ્ર ઘટનાની બારડોલી રૂરલ પોલીસને જાણ કરાઇ હોવાનું જાણવા મળે છે.