બારડોલી, સુરત: બારડોલી (Bardoli) તાલુકાના ખરવાસા ગામના (Kharwasa village) સહકારી અને રાજકીય (Political) અગ્રણી (Leading) અજીત પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો બિભત્સ વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ (Viral) થતાં ચકચાર મચી ગઇ છે. આ અગ્રણી એક ઘરની બહાર મહિલા સાથે બિભત્સ વર્તન કરતો નજરે પડ્યો છે. આ વિડીયો વાયરલ થતાંની સાથે સુરત જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો છે.સુરત જિલ્લા સહિત બારડોલી વિસ્તારના અનેક નેતાઓના બિભત્સ હરકતો કરતા વિડીયો છેલ્લા બે-ત્રણ વર્ષથી વાયરલ થઇ રહ્યા છે. ત્યારે વધુ એક રંગીલા નેતાનો આવો જ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ છે.
મહિલાને ભેટી તેની સાથે બિભત્સ હરકત કરતા નજરે પડે છે
સુમુલ ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતનાં સભ્ય તેમજ ભાજપ અગ્રણી અજીત પટેલના મહિલા સાથેના રંગરેલીયા કેમેરામાં કેદ થયા છે. વિડીયોમાં એક ઘરનો દરવાજો ખોલી એક મહિલા અર્ધનગ્ન હાલતમાં બહાર આવે છે ત્યારબાદ બહારથી આ રંગીલા નેતા પણ આવે છે. મહિલાને ભેટી તેની સાથે બિભત્સ હરકત કરતા નજરે પડે છે. રાત્રિના સમયે એકલતાનો લાભ ઉઠાવી નેતા રંગરેલિયા મનાવતા હોવાની વાતે જોર પકડ્યું છે. પરિણીત મહિલાના પ્રેમમાં પડેલા હોવાની ચર્ચા સાથે આ વિડીયો વાયરલ થયો છે. કોઈકે, ઈરાદા પૂર્વક સીસીટીવી અથવા સ્પાઈ કેમેરા ગોઠવી સ્ટિંગ કર્યું હોવાની ચર્ચાઓ પણ ભાજપ અને સહકારી ક્ષેત્રમાં ચાલી રહી છે. સાચું ખોટું શું છે એ તો પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તપાસ કરાવ્યા પછી જ જાહેર કરી શકે.
વિડીયો મારો નથી કોઈએ બનાવટ કરી છે: અજિત પટેલ
આજે દિવસ ભર જિલ્લા ભાજપ અને સહકાર ગ્રુપમાં અજીત પટેલને લઈ ચર્ચાઓ ઉપડી હતી. આ વિડીયો અંગે અજીત પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો મારો નથી. એ કોઈએ બનાવટ કરી છે.
ઠોસ માહિતી મળ્યાં પછી કોઈ ટિપ્પણી કરી શકાશે: સંદીપ દેસાઈ
જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે અજિત પટેલ અંગે કોઈ ઠોસ માહિતી મળી નથી. ચોક્કસ આધાર, પુરાવા સાથેની માહિતી વિગતો મળ્યાં પછી જ ટિપ્પણી કરી શકાશે.