બારડોલી: (Bardoli) બારડોલી ટાઉન પોલીસ મથક (Police Station) વિસ્તારમાં ધામડોદ લુંભાની શિવ શક્તિ સોસાયટીના કોમન પ્લોટના (Common Plot) પાર્કિગમાંથી વિદેશી દારૂ ભરેલી એક કાર (Car) બિનવારસી (Unclaimed) મળી આવી હતી. પોલીસે આ અંગે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- સોસાયટીના કોમન પ્લોટમાંથી મળેલી બિનવારસી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
- પાર્કિગમાંથી વિદેશી દારૂ ભરેલી એક કાર બિનવારસી મળી આવી
આ અંગે મળતી માહિતી અનુસાર, બારડોલી ટાઉન પોલીસ શનિવારે રાત્રી પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધામડોદ લુંભા ગામની સીમામાં આવેલી શિવ શક્તિ સોસાયટીના કોમન પ્લોટના પાર્કિંગમાં એક મારુતિ કંપનીની સ્વીફ્ટ કાર નં. (જીજે-13- એનએન-1334) બિનવારસી હાલતમાં પડેલી છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે ટાઉન પોલીસે છાપો માર્યો હતો અને કારમાં તપાસ કરતા અંદરથી 216 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 34 હજાર 800 મળી આવ્યો હતો. પોલીસે ત્રણ લાખની કિંમતની કાર મળી કુલ 3,34,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભાલોદ માર્ગ પર ખીચો-ખીચ ભરેલા પશુઓની ટ્રક રાજપારડી પોલીસે ઝડપી પાડી
ઝઘડિયા: ગેરકાયદેસસર મૂંગા પશુઓને સગેવગે કરવાનું કારસ્તાન સુરત જિલ્લાના ઝંખવાવનું શંકાના દાયરામાં દેખાઈ આવે છે. હાલમાં રાજપારડી પોલીસે ભાલોદ માર્ગ ઉપર મધુમતી ખાડીના નાળા પાસેથી પશુ ભરેલ ટ્રકને આબાદ ઝડપી પાડી હતી. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી ચાલક સહિત બે ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજપારડી પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એવી બાતમી મળી હતી કે, ભાલોદ તરફથી એક ટ્રકમાં ગેરકાયદે રીતે પશુઓને ભરી મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવી રહ્યા છે. જેના પગલે પોલીસે ભાલોદ માર્ગ ઉપર મધુમતી ખાડીના નાળા પાસે વોચ ગોઠવી દીધો હતો. એ વેળા બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી, જેમાંથી ખિચો-ખિચ ભરેલી નવ ભેંસો મળી આવી હતી. પોલીસે આ કેસને લઈ રૂ.૧,૮૦,૦૦૦ ના પશુઓ, બે મોબાઈલ રૂ.૧૦,૦૦૦ અને રૂ.૧૫,૦૦,૦૦૦ ની ટ્રક મળી કુલ રૂ.૧૬,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલા ઝંખવાવના મુસરાન ફકીરા મુલતાનીએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે, અમને મુલ્તાની ફળિયું ઝંખવાવના ટ્રકના માલિક મહમદ માણસાભાઈ મુલતાનીએ કહ્યું કે, ઝઘડિયાના તરસાલી રહેતો મકદુમ નામનો માણસ ભેસો ભરીને નેત્રંગ આવી ફોન કરે તો ભેંસો મહારાષ્ટ્ર રાજ્યમાં લઇ જવાની હોય એમ કહ્યું હતું. પોલીસે ટ્રક ચાલક મુસરાન ફકીરા મુલતાની અને અમન અજીત મુલતાનીને ઝડપી પાડીને દુધાળા પશુને રાજ્ય ભાર નિકાસ બંધી હોવાથી પશુ ઘાતકી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ સાથે પોલીસે સ્થળ પરથી ઝંખવાવના મામા ફળિયામાં રહેતો ટ્રક ચાલક મુસરાન ફકીરા મુલ્તાની અને અમન અજીત મુલ્તાનીને ઝડપી પાડ્યો હતો, જયારે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.