બારડોલી: (Bardoli) બારડોલી-ખરવાસા રોડ ઉપર બાબેન ગામની (Village) સીમમાં શેરડી ભરેલા બળદગાડાની (Bullock Carts) પાછળ મોપેડ અથડાતાં મોપેડ ચાલકનું મોત થયું હતું. મૃતક યુવક નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામથી લગ્નપ્રસંગમાં (Marriage) હાજરી આપવા બારડોલી આવ્યો હતો.
- બાબેનમાં શેરડી ભરેલા બળદગાડા સાથે મોપેડ અથડાતા ચીખલીના યુવાનનું મોત
- શેરડી ભરેલું બળદ ગાડું નજરે ન ચડતા સીધો બળદ ગાડા સાથે અથડાયો
આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે છાબડી ફળિયામાં રહેતો નિકુંજ મહેશભાઈ પટેલ (ઉ.વર્ષ 24) તેની મોપેડ નંબર GJ – 21 – BJ – 4457 ઉપર બારડોલી ખાતે લગ્ન પ્રસંગમાં આવી રહ્યો હતો. તે દરમિયાન બારડોલી – ખરવાસા રોડ ઉપર બાબેન ગામની સીમમાંથી પસાર થતી વખતે સાંજે 8 વાગ્યાની આસપાસ રોડ પરથી પસાર થતું શેરડી ભરેલું બળદ ગાડું નજરે ન ચડતા તે સીધો બળદ ગાડા સાથે અથડાયો હતો. અકસ્માતમાં યુવકને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત બારડોલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.