Dakshin Gujarat

બારડોલી: પ્રેમીએ પ્રેમિકાને ઝેર પીવડાવી, ગળુ દબાવી હત્યા કરી ઓળખ છુપાવવા કર્યું આ કામ

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મઢી ગામ નજીક કાંટીફળિયાના શેરડીના ખેતરમાંથી ગત 26મી જાન્યુઆરીના રોજ અજાણી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે. લાશ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાં કરંજવેરી ગામથી ગુમ થયેલી યુવતીની હોવાની ઓળખ બાદ પોલીસે તપાસ હાથ ધરેલી તપાસમાં પ્રેમીએ (Lover) જ તેની હત્યા (Murder) કરી હોવાનું ખૂલ્યું હતું.

ગત 26મી જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાનાં મઢી ગામ નજીક આવેલા કાંટી ફળિયાની સીમમાં આવેલા રાજુભાઈ ચૌધરીના શેરડીના ખેતરમાં પાણીની નીકમાંથી એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના માથું પથ્થરથી છૂંદી કાઢી પથ્થર પણ બાજુમાં જ ફેંકી દઈ હત્યારો નાસી છૂટ્યો હતો. પરંતુ યુવતીની ઓળખ નહીં થતાં હત્યારાનું પગેરું શોધવાનું મુશ્કેલ બન્યું હતું.

દરમ્યાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાં કરંજવેરી ગામના માલધર ફળિયામાં રહેતી મનીષા બાવનભાઈ ચૌહાણ ગુમ થતાં તેણીની માતાએ ધરમપુર પોલીસ મથકમાં 24મી જાન્યુઆરી 2021ના રોજ ગુમ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન બારડોલી પોલીસ સ્ટેશની હદમાં અજાણી યુવતીની લાશ મળી હોવાની જાણ થતાં પોલીસે ફોટોગ્રાફ્સ મંગાવી ઓળખ કરતાં તે મનીષા હોવાની હકીકત સામે આવી હતી.

મનીષાની હત્યા થઈ હોય બારડોલી ઉપરાંત ધરમપુર પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ધરમપુર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે યુવતીની હત્યા વાલોડ તાલુકાના ધામોદલા ગામે રહેતા તેના પ્રેમી જયદ્રપકુમાર સુધીર ચૌધરીએ કરી છે. જે બાતમીના આધારે પોલીસે જયદ્રપની અટક કરી સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને મનીષાની હત્યા પોતે જ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. વલસાડ પોલીસે જયદ્રપની ધરપકડ કરી આરોપીનો કબ્જો બારડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top