બારડોલી: (Bardoli) બારડોલીના નવી કીકવાડ ગામે બસ (Bus) સ્ટેન્ડ પાસે બારડોલી વ્યારા નેશનલ હાઇવે (Highway) નં.53 પર સાઇડે મોપેડ સાથે ઊભેલા વૃદ્ધને પૂરઝડપે આવતી મોટરસાઈકલે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં (Accident) ગંભીર ઇજા થતાં વૃદ્ધનું સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.
- બારડોલીમાં રોડની સાઈડે મોપેડ સાથે ઊભેલા વૃદ્ધને અન્ય બાઇકે ટક્કર મારતાં મોત
- બારડોલી તરફથી એક એવેન્જર મોટરસાઇકલનો ચાલક પૂરઝડપે આવ્યો હતો અને મોટરસાઇકલ સીધી મોપેડમાં અથડાવી દીધી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર તાપીના ગુનખડી ગામે માસ્તર ફળિયામાં રહેતા હાનજી ભેકરિયા ગામીત (ઉં.વ.63) શુક્રવારે તેમની પૌત્રી સ્નેહીકા સાથે મોપેડ નં.(જીજે 26એએફ 1288) લઈને બારડોલીના મોતા ગામે હોસ્ટેલમાં રહેતા પૌત્ર સુનેહલને મળવા માટે ગયા હતા. પૌત્રને મળીને પરત ઘરે જઈ રહ્યા હતા, એ સમયે બારડોલીથી વ્યારા નેશનલ હાઇવે નં.53 ઉપર નવી કીકવાડ ગામ નજીક સ્નેહીકા મોપેડ ઊભું રાખી કુદરતી હાજતે ગઈ હતી. જ્યારે તેના દાદા હાનજીભાઈ મોપેડ પાસે ઊભા હતા.
એ સમયે બારડોલી તરફથી એક એવેન્જર મોટરસાઇકલ નં.(જીજે 05 એચએસ 9732)નો ચાલક પૂરઝડપે આવ્યો હતો અને તેની મોટરસાઇકલ સીધી મોપેડમાં અથડાવી દેતાં મોપેડ સાથે ઊભેલા હાનજીભાઈ પણ નીચે પડી ગયા હતા. તેમને માથાના ભાગે ઇજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલુ સારવાર દરમિયાન શનિવારે બપોરે 1 વાગ્યે હાનજીભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે બારડોલી ગ્રામ્ય પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વાવ પાસે હાઈવે પર ભાઈને મૂકવા ગયેલા મોટા ભાઈનું અકસ્માતમાં મોત
કામરેજ: મૂળ અમદાવાદ અને હાલ કામરેજના વાવ ગામે આવેલા શ્રીજી રો હાઉસમાં મકાન નં.23માં રહેતા દિનેશ વજુ તળપદા (ઉં.વ.35) ગત તા.4 જૂનના રોજ રાત્રિના વતનમાં જતાં નાનાભાઈ હિતેશ તેમજ સંબંધી વાવ હાઈવે પર ઊભા હતા. તેમને કામરેજ ચાર રસ્તા ખાતે મૂકવા માટે બાઈક હોન્ડા યુનિકોન નં.(જીજે 05 એલએચ 6962) લઈને જતાં હાઈવે ક્રોસ કરતા હાઈવેના ત્રીજા ટ્રેકમાં મુંબઈ તરફથી બજાજ પલ્સર બાઈક નં.(જીજે 05 પીજે 8513)ના ચાલકે અથડાવી દેતાં દિનેશને ગંભીર ઈજા થતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતાં શુક્રવારે સારવાર દરમિયાન 4.57 કલાકે મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસમથકમાં નાનાભાઈ હિતેશ બજાજ પલ્સર બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.