બારડોલી: બારડોલીના (Bardoli) સરભોણ રોડ ઉપર આવેલી ડભોઇ ખાલી પુલ ઉપર શનિવારે મોડીસાંજે બાઈક સવાર (Bike Rider) વિદ્યાર્થીઓને ( Students) સામેથી આવતી કાળમુખી ટ્રકે અડફેટમાં (Hit Truck) લેતા એક વિદ્યાર્થીનું મોત (Death) નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઈજા થતાં સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું જાણવા મળે છે.ઈસરોલી ગામની સીમમાં આવેલી એન. જી. પટેલ પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિકલ (Electrical Engineering) એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે મિત્રો ઓમ ચેતનભાઈ જોશી તથા પલસાણાના નવા ફળિયામાં રહેતો તેનો મિત્ર ઓમ ભાવેશભાઈ રંદેશીયા બે દિવસની રજા હોવાથી મોટરસાયકલ ઉપર સવાર થઈ વલસાડ તરફ જવા નીકળ્યા હતા.
- બારડોલીના ઇસરોલીમાં ગામ પાસે બાઈકને અકસ્માત નડ્યો
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના છેલ્લા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વલસાડ જતા હતા
વિદ્યાર્થીઓના ગંભીર અકસ્માતના સમાચારને પગલે ભારે ગમગીની ફેલાઇ
કોલેજથી થોડે દુર ૨૦૦ મીટરના અંતરે આવેલી ડભોઇ ખાડીના સાંકડા પુલ ઉપર સામેથી બારડોલી તરફ આવતી ટ્રક નંબર ના ચાલકે બાઈક સવાર વિદ્યાર્થીઓને અડફેટમાં લેતા ઓમ જોષીનું ગંભીર ઇજાઓ સાથે સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે પગના ભાગે ઇજા થતાં ઓમ રંદેશીયાને બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હોનહાર વિદ્યાર્થીઓના ગંભીર અકસ્માતના સમાચારને પગલે ભારે ગમગીની ફેલાઇ ગઈ છે. જે દરમિયાન બારડોલી ટાઉન પોલીસ દ્વારા અકસ્માતના સ્થળે ટ્રાફિક જામ દૂર કરી વિદ્યાર્થીઓના સગા સંબંધીઓને જાણ કરવા સાથે જરૂરી કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
ડભોઇ ખાડી ઉપરનો બ્રિજ અત્યંત સાંકડો હોવાથી અવારનવાર અકસ્માત
બારડોલી નવસારી રોડ ઉપર આવેલા તાજપર ગામની સીમના ડભોઇ ખાડી ઉપરનો બ્રિજ અત્યંત સાંકડો હોવાથી અહીં અવારનવાર અકસ્માતો બનતા આવ્યા છે. નજીકમાં આવેલી પોલિટેકનિક કોલેજમાં ૩૦૦૦ કરતા અધિક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તે સિવાય બારડોલી નવસારી અનેક વાહનોની અવરજવર રહેતી હોય છે. તેમ છતાં સ્ટેટ હાઇવે ગણાતા બારડોલી નવસારી રોડ ઉપરના ડભોઇ ખાડી બ્રિજને પહોળો અને સગવડદાયક બનાવવાની જરૂર જણાઈ રહી છે. અનેક રાજકીય અને સહકારી અગ્રણીઓને વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં બ્રિજની જૂની સમસ્યાનું નિરાકરણ લાવવા કોઈ પણ પ્રયત્ન થયા નથી.હોનહાર વિદ્યાર્થીઓના ગંભીર અકસ્માતના સમાચારને પગલે ભારે ગમગીની ફેલાઇ ગઈ છે