Entertainment

એકવાર બપ્પી દાએ કહ્યું હતું મારે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છોડી દેવી છે…બપ્પી લહેરી પંચતત્ત્વમાં વિલીન

મુબંઈ: દિગ્ગજ સિંગર-કમ્પોઝર બપ્પી લહેરી (Bappi Lahiri) આજે પંચતત્ત્વમાં વિલીન થઈ ગયા છે. બપ્પી દાને મુંબઈના (Mumbai) વિલેપાર્લે ખાતે આવેલા પવનહંસ સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર Funeral) કરવામાં આવ્યા હતા. બપ્પી દાના દિકરાએ  મુખાગ્નિ  આપી હતી. બપ્પી દાએ 15 ફેબ્રુઆરીના રોજ 69 વર્ષની ઉંમરે સંગીતની (Music) દુનિયાને અલવિદા કહ્યું હતું. બપ્પી લહેરીના મોતને કારણે સંગીત જગતમાં શોકનો માહોલ ફેલાયો છે. બપ્પી દાનો પુત્ર ગઈકાલે અમેરિકાથી પરત આવતા આજે બપ્પી દાને અગ્નીદાહ આપવામાં આપ્યો હતો.

15 ફેબ્રુઆરીના રોજ બપ્પી દાએ મુંબઈની જુહુ સ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી દા સાથે છેક સુધી તેમની દીકરી રીમા રહી હતી. રીમાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે પિતાના મૃતદેહ સામે હૈયાફાટ રુદન કરી રહી છે. નિધન બાદ બપ્પી દાનું પાર્થિવ શરીર હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યું હતું.

બોલિવુર્ડ સ્ટાર અંતિમસંસ્કારમાં હાજર રહ્યા હતા
પૂનમ ઢિલ્લોં, સાક્ષી તંવર, સોફી ચૌધરી, રાજ મુખર્જી, લલિત પંડિત, સાધના સરગમ, વિજેતા પંડિત, કાજોલ અને તેની માતા તનુજ, અલકા યાજ્ઞિક, રાકેશ રોશન, ચંકી પાંડે, અભિજિત ભટ્ટાચાર્ય, નીતીન મુકેશ, પદ્મિની કોલ્હાપુરે, ઈલા અરુણ, અને સલમા આગા સહિત ઘણાં સેલેબ્સ અંતિમસંસ્કાર માટે તેમના ઘરે પહોંચ્યા હતા.બપ્પી દાના ઘરની બહાર ચાહકોએ ભીની આંખે વિદાય આપી હતી.

મામાના મૃત્યુ પછી બપ્પી દા મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છોડવાના હતા.
કિશોર દા બપ્પી લહેરીના સંબંધી હતા. એકવાર બપ્પી દાએ કહ્યું હતું, ‘કિશોર દાને હું મામા કહેતો હતો અને તેમની સાથે ઘણી ફિલ્મમાં સોન્ગ ગાયાં છે, પરંતુ તેમના મૃત્યુ પછી મને લાગ્યું કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. પિતાએ મને કહ્યું હતું કે ‘કિશોર દાના આશીર્વાદ હંમેશાં તારી સાથે જ છે, આ કામ બંધ ના કર. એ પછી શબ્બીર કુમારની સાથે ‘ગોરી હૈ કલાઈયા’ સોન્ગ સુપરહિટ ગયુ

નવી જનરેશનને પણ તેમના ગીતો ગમે છે
ઉલ્લેખનીય છે કે લતાજી અને બપ્પી લહેરીના નિધનના કારણે સંગીત જગતમાં મોટી ખોટ પડી છે. તેમની કમી ક્યારેય કોઈ પૂરી નહી કરી શકે. 70 અને 80ના દાયકામાં તેમણે ઘણા સુપરહિટ અને આઈકોનિક ગીતો ગાયા હતા. આજે પણ તેમના ગીતો પર લોકો ડાન્સ કરતા હોય છે અને નવી જનરેશનને પણ તેમના ગીતો ગમે છે. 

Most Popular

To Top