સુરત: ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં સતત 3 દિવસ સહકારી, પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે. જેને લીધે 27 ઓગસ્ટે નાંખવામાં આવેલો ચેક સીધો 31 ઓગસ્ટે ક્લિયરિંગ હાઉસમાં આવશે. અને પહેલી સપ્ટેમ્બરે ખાતેદારના ખાતામાં નાણાં જમા થશે. 28 ઓગસ્ટે ચોથા શનિવાર, 29મીએ રવિવારે રજા અને 30મીએ જન્માષ્ટમીની રજા હોવાથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે. એ રીતે બેંકોના કર્મચારીઓ માટે જાણે 3 દિવસનું મિનિ વેકેશન મળી રહેશે.
કાપડ માર્કેટો 3 દિવસ બંધ રહેશે
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)ના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, રવિવારે 15મી ઓગસ્ટના દિવસે, 22 ઓગસ્ટે રવિવારે રક્ષાબંધન અને 30 ઓગસ્ટે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રિંગ રોડની 165 કાપડ માર્કેટો સંપૂર્ણપણે બંધ રહેશે.