Vadodara

બેન્કર હાર્ટની તમામ મિલકતો હોસ્પિટલોમાં આઇ.ટી.ની સર્જરી

વડોદરા : વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકરની શહેરમાં આવેલી ઓપી રોડ, માંજલપુર, વારસીયા રીંગ રોડ પરની બેંકર્સ હોસ્પિટલ ઉપર સહિત તેમના નીવાસસ્થાને આઈટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ સુરત ખાતે પણ આવેલી તેઓની હોસ્પિટલ આઈટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતું.
બેંકર્સ હોસ્પિટલ્સના સંચાલક ડૉ. દર્શન બેંકરના નીવાસસ્થાન સહિત ઓપી રોડ, માંજલપુર, વારસીયા રીંગ રોડ તથા સુરત શહેરમાં આવેલી બેંકર્સ હોસ્પિટલ્સ ઉપર આઈટી વિભાગની અનેક ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

આ દરોડા વહેલી સવારથી ચાલુ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યુ હતુ. જોકે આઈટીના અધિકારીઓ રાત્રીથી જ શહેરમાં આવી ગયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. ત્યારે આ દરોડા મોડી રાત સુધી ચાલશે તેવુ માનવામાં આવી રહ્યું છે. બેંકર્સ હોસ્પિટલ સહિત તેના સંચાલક ડૉ. દર્શન બેંકર અગાઉ કોરોના કાળ દરમિયાન ઘણા વિવાદોમાં આવ્યા હોવાનું ચર્ચામાં આવ્યુ હતું. ત્યારે તેઓની બેમાની આવક, મીલક્ત વગેરેને લઈને પણ આઈટી વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જોકે હાલ આઈટી વિભાગ દ્વારા કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને નાણાકિય વહિવટના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસ્ણી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરોડા દરમિયાન આઈટી વિભાગના અધિકારીઓએ બેનામી આવકના પુરાવા કોમ્પ્યુટર, તેમજ અનેક ફાઈલો જપ્ન કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું ચર્ચામાં આવ્યુ હતું. આ સમાચાર લખાય રહ્યા છે. ત્યારે પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. તેવુ જાણવા મળ્યુ હતું. બીજી બાજુ આઈટીના અધિકારીઓને આ દરોડા દરમિયાન ઘણી મોટી સફળતા મળે તેવુ માનવામાં આવી રહ્યું છે.

બેન્કર્સ હોસ્પિલટના માલિક ડૉ.દર્શન બેંકર્સ આઈટીના રડારમાં કેમ આવ્યાં ?
કોરોના સમયે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ કરતા પણ ઘણા વધારે સારવાર સહિત વગેરેના ભાવ કેટલીક હોસ્પિટલોએ વસુલી ઉઘાડી લૂંટ ચલાવી હતી? ત્યારે શહેરના અનેક હોસ્પિટલો વિવાદોમાં સપડાયા હોવાની ચર્ચાઓ થઈ હતી. જોકે જે તે સમયે પણ બેંકર્સ હોસ્પિટલ વિવાદમાં આવી હોવાની ચર્ચાઓ લોક મુખે ઉઠી હતી? તેમજ ડૉ. દર્શન બેંકર્સ વધુ વિવાદોમાં ત્યારે આવ્યા હતા જ્યારે તેઓએ કરોડો રૂપિયાની લોન લઈ શરૂ કરેલી અન્ય હોસ્પિટલોની લોન પણ આ દરમિયાન પુરી કરી દિધી હોવાની ચર્ચા જે તે સમયે ચાલી હતી. ત્યારે આ અંગે પણ આઈટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બેંકર્સ હોસ્પિટલ સહિત તેના સંલગ્ન સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં
બેંકર્સ હોસ્પિટલ્સ વડોદરા સહિત સુરત તેમજ તેના સંચાલક ડૉ. દર્શન બેંકરના નીવાસસ્થાને આઈટી વિભાગે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા સહિત કુલ 12થી 13 સ્થળો જે બેંકર્સ હોસ્પિટલ્સને સંલગ્ન છે. તેવા અન્ય ડૉકટરો વગેરેના ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બેંકના અધિકારીઓ, SRP જવાનોને દરોડામાં સાથે રખાયા
વહેલી સવારથી આઈટી વિભાગે બેંકર્સ હોસ્પિટલ વડોદરા તથા સુરતમાં આવેલી હોસ્પિટલો પર દરોડા પાડ્યા હતા. જોકે આ દરોડા દરમિયાન આઈટી વિભાગના અધિકારીઓએ સાથે બેંકના પણ કેટલાક અધિકારી તથા SRP ના જવાનોને સાથે રાખી આ કાર્યવાહી કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. ત્યારે આ દરોડામાં ઘણા બેનામી આવકના પુરાવા મળી શકે છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

આઈ.ટી.ના દરોડાના પગલે અન્ય હોસ્પિટલોના સંચાલકોમાં પણ ફફડાટ
કોરોના કાળ દરમિયાન કેટલી હોસ્પિટલોએ મોટી કમાણી પણ કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શહેરની બેંકર્સ હોસ્પિટલો ઉપર આઈટી વિભાગના દરોડા પડતા અન્ય હોસ્પિટલોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું છે કે, આઈટી વિભાગ દ્વારા અન્ય પણ કોઈ હોસ્પિટલ ઉપર આ રીતે દરોડા પાડવામાં આવે છે કેમ?

ઇન્કમ ટેક્સ વિભાગની 30થી 35 ગાડીઓનો શહેરમાં ધસારો ?
આઈટી વિભગ દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી કરાતા બેંકર્સ હોસ્પિટલને સંલગ્ન સ્થળોએ અફરા તફરી મચી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ દરોડા વહેલી સવારથી પાડ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારે આઈટી વિભાગની 30થી 35 ગાડી શહેરમાં આવી હોવાનું સહિત તેમા 120થી 150 જેટલા આઈટીના અધિકારીઓ આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top