SURAT

આજે મહાશિવરાત્રીની રજા, શુક્રવારે બેંક ખુલશે અને 15-16 માર્ચે હડતાળથીબેંકિંગ વ્યવહાર ખોરવાશે

ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના રોજ જાહેર રજા અને 15 અને 16 માર્ચ સતત બે દિવસ બેન્ક કર્મચારીઓની હડતાળના લીધે બેન્કો બંધ રહેશે. ખાનગીકરણના વિરોધમાં દેશભરની સરકારી બેન્કોના કર્મચારીઓ બે દિવસીય હડતાળ પર ઉતરવાના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બૅન્કોના કર્મચારીઓએ આગામી 15મી એને 16મી માર્ચે બે દિવસની હડતાલ પર ઉતરવાના છે. આ બે દિવસની હડતાલને કારણે 6 દિવસ સુધી બેન્કિંગ કામકાજ અટવાશે. તા. 11 માર્ચના રોજ શિવારાત્રીની બેન્કોમાં રજા હોય છે. 12મી માર્ચના રોજ બેન્ખ ઓપ મહારાષ્ટ્રની હડતાળ છે એટલે તે બેન્ક બંધ રહેશે. 13મી માર્ચે બીજો શનિવાર છે અને 14મીએ રવિવાર છે. જ્યારે 15 અને 16 માર્ચના રોજ હડતાલ છે. એટલે આમ 6 દિવસ બેન્કિંગ કાર્ય અટવાઈ જશે.

દક્ષિણ ગુજરાતમાં ખાનગી અને સહકારી મળીને કુલ 45 બેન્કોની 750 બ્રાંચ છે. તૈ પૈકી નેશનલાઈઝ 11 બેન્કોની 250 બ્રાંચના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. દક્ષિણ ગુજરાતમાં 6 દિવસ બેન્ક બંધ રહેવાથી 1800 કરોડ રૂપિયાના ક્લીયરીંગ અટવાશે.

ગુજરાતમાં તમામ રાષ્ટ્રીયકૃત બૅન્કોના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ આ બે દિવસની હડતાલમાં જોડાશે. આ હડતાલમાં એકલા ગુજરાતમાંથી 55000કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. સુરતમાં 15 હજાર બેન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. સરકાર બૅન્કોનું ખાનગીકરણ કરીને ખાનગી કંપનીઓને તેનો હવાલો સોંપી દેવા માગે છે.

બીજી એક શક્યતા એવી છે કે વિદેશી રોકાણકારોને હવાલે બૅન્ક કરી દેવામાં આવશે. તેથી જ બૅન્ક કર્મચારીઓ ખાનગીકરણનો સખત વિરોધ કરી રહ્યા છે. ગુજરાત બેંક વર્કસ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે 146 લાખ કરોડની લોકોની થાપણ ખાનગી હાથોમાં સોંપવાથી મોટુ જોખમ ઉભુ થશે.

ખાનગીકરણથી નવી રોજગારી ઘટશે. બેંકોના છુપા ચાર્જિસ વધશે અને કોર્પોરેટ સેક્ટર પાસેથી એનપીએ થયેલા 6 લાખ કરોડના નાણાની વસૂલાત થઇ શકશે નહીં. લોન મોંઘી થશે ખેતી માટે ધિરાણ ઘટશે અને વ્યાજમાં વૃદ્ધિ થશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકોના નવ સંગઠનો હડતાળ જડબેસલાક બનાવવા પ્રયાસ કરી રહ્યાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top