Gujarat

કોરોનાને કારણે ગુજરાતમાં 30મી એપ્રિલ સુધી સરકારી, ખાનગી તમામ બેંક સવારે 10થી બપોરે આટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે

સુરત: (Surat) ગુજરાતના (Gujarat) મહાનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલું કોરોના સંક્રમણ જોતા રિઝર્વ બેંકે (Reserve Bank) રાજ્ય સરકાર અને સરકારી, ખાનગી, સહકારી બેંકોના સ્ટેક હોલ્ડરો સાથે બેઠક કરી તમામ બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રાખવા આદેશ આપ્યો છે. આવતીકાલથી બેંકો (All Bank) 30 એપ્રિલ સુધી આ નવા સમય પ્રમાણે કામકાજ કરશે. અગાઉ બપોરે 4-30 કલાક સુધી બેન્કિંગ કામકાજ થતું હતું. તે સમય ઘટાડવામાં આવ્યો છે. બેન્કનો 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટ ડે ફરજ બજાવશે તેમજ સિનિયર સિટિઝનને ઘરે બેઠા સુવિધા અપાશે.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે ઘણી બેંકો કોવિડ ક્લસ્ટર અને કન્ટેનમેન્ટ એરિયામાં આવી ગઈ છે. ઘણા બેન્ક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તે પરિસ્થિતિમાં સરકાર અને આરબીઆઇએ 50 ટકા સ્ટાફ સાથે બેન્ક કાર્યરત રાખવા આદેશ આપ્યો છે. ઑલ્ટરનેટ તારીખોમાં એક એક દિવસના આંતરે સ્ટાફ કામ કરશે. બેંકો સિનિયર સિટિઝનને ઘર બેઠી સુવિધા આપશે. એટીએમમાં નાણાંની પૂરતી વ્યવસ્થા કરાશે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે તેથી બેંકોમાં ઓછામાં ઓછા ગ્રાહકોને જવું પડે. કોરોનાની સ્થિતિમાં ગ્રાહકો અને બેન્ક કર્મચારીઓ ઓછામાં ઓછા સંપર્કમાં આવે તેવો આ પ્રયાસ છે. ભારત સરકારના નાણાં મંત્રાલયે આજે તે અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે.

મનપામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં આરોગ્યની કામગીરી મનપા સંભાળે: ડે.મેયરે કમિ.ને નોંધ મોકલી

સુરતઃ સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં 27 ગામ અને 2 નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રામ પંચાયતો અને નગરપાલિકાનો કબજો સુરત મહાનગરપાલિકાએ લઈ લીધો છે. પરંતુ હજુ સુધી આ ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં આરોગ્યને લગતી તમામ કામગીરી સુરત જિલ્લા પંચાયત દ્વારા થઈ રહી છે. હાલમાં કોરોના સંક્રમિત કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો હોય, આ તમામ નવા સમાવિષ્ટ વિસ્તારોના લોકોને આરોગ્યલક્ષી મુશ્કેલીઓ અને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તેને યોગ્ય રીતે કરી શકાય તે માટે આ તમામ 27 ગ્રામ પંચાયતો અને 2 નગરપાલિકાઓની આરોગ્યલક્ષી કામગીરી ત્વરિત ધોરણે સુરત મહાનગરપાલિકા હસ્તક લઈ હાલની કોવિડ સમસ્યામાં જરૂરી તમામ કામગીરી કરવા માટે ડે.મેયરે મ્યુનિ.કમિ. સમક્ષ નોંધ મુકી છે.

Most Popular

To Top