રાષ્ટ્રીયકૃતબેંકોના મર્જરને લીધે આઇએફએસસી કોડ બદલાવા જઇ રહ્યા હોવાથી ગ્રાહકોને થોડા સમય માટે નાણાકીય લેવડ-દેવડ માટે થોડીક મુશ્કેલીઓ પડશે. અલ્હાબાદ બેંકનું મર્જર ઇન્ડિયન બેંકમાં મર્જર થવા જઇ રહ્યુ છે.
ત્યારબાદ 15 ફેબ્રુઆરી 2021થી બેંકનું આઇએફએસસી કોડ કામ કરશે નહીં. એટલે કે અલ્હાબાદ બેંકની શાખાઓમાં 15 ફેબ્રુઆરી પછી કોડ બદલાઇ જશે. તેથી ગ્રાહકોએ નાણાકીય લેવડદેવડ માટે બેંકો પાસેથી નવા કોડ સાથેની બેંકની ચેક બુક અને પાસબુક લેવી પડશે.
તે ઉપરાંત આરટીજીએસ,એનઇએફટી,આઇએપીએસ માટે પણ નવો આઇએફએસસી કોડ લેવો પડશે માત્ર અલ્હાબાદ બેંક જ નહીં પરંતુ બેંક ઓફ બરોડા સાથે મર્જ થયેલી દેના બેંક અને વિજયાબેંકનો આઇએફએસસી કોડ પણ બદલાઇ રહ્યો છે. આ બન્ને બેંકના ગ્રાહકોને 1 માર્ચથી નવા આઇએફએસસી કોડ સાથે ટ્રાન્ઝેક્શન કરવુ પડશે.
જ્યારે પંજાબ એન્ડ નેશનલ બેંકે 2370 બેંકની શાખાઓના આઇએફએસસી માઇકર કોડ જાહેર કર્યા છે. હાલમાં જો કોડ છે તે 31 માર્ચ સુધી ચાલશે તે પછી આ કોડ બંધ થઇ જશે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેંકમાં મર્જર થયું હતું.