આજની સળગતી સમસ્યા અને ગઇકાલની ગફલતનું પરિણામ બાંગ્લાદેશનું સર્જન એ ભારતની સફળતા કરતાં ભૂલ વધુ લાગે છે. જેને પાળી પોષીને મોટો કર્યો,એ જ સાપ હવે આપણને ડંખે છે. એના હાલ પર છોડી દેવામાં શાણપણ હતું. આ દેશો કાયમ વફાદારી ધર્મ પ્રતિ જ રાખે છે. તમે એને ગમે એટલું પોષો પગભર થયા એટલે તમારી સામે જ શિંગડા ઉગામશે. આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થતા અત્યાચારો, મંદિરો તોડવા, હિન્દુઓની નિર્મમ હત્યા, હિન્દુત્વ, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને કાફર માની કરાતા અત્યાચારોને જોતા લાગે છે કે જો, આ સાપને એના નહોર અને દાંત દૂર કરીને મૂક્યો હોત તો, એ પાળેલો પોષેલો બાંડો સાપ, આજે ડંખતો ન હોત.
હવે એ જ સાપને આઈપીએલમાંથી જેમ પાકિસ્તાની ખેલાડીઓની બાદબાકી કરી તેમ બાંગ્લાદેશી ખેલાડીઓનો બહિષ્કાર કરી દેત તો એ શાણપણ ગણાતે. આપણા જ પૈસાથી આપણી જ સામે હુમલા, આમાં મૂર્ખામી એ દૂરંદેશીનો અભાવ વધુ લાગે છે. માત્ર પૈસા કમાવાની લાલચમાં દેશહિત વિરુદ્ધ આચરણ કરવામાં કયા પ્રકારની રણનીતિ છે? સાચુ પૂછો તો સરકારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આઈપીએલનું આયોજન ન કરવા જણાવવું જોઈએ તેમ થતું નથી એ આશ્ચર્યજનક છે.
નાનપુરા, સુરત- સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.