Sports

કાનપુર ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે માત્ર 35 ઓવરની મેચ રમાઈ, બાંગ્લાદેશ 107/3

કાનપુરમાં ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે ત્રણ વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. માત્ર 35 ઓવરની મેચ રમાઈ શકી હતી. બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 06 રન બનાવ્યા છે. આ મેચ પહેલા ખરાબ વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી પરંતુ ભારે વરસાદને કારણે તેને સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. ટેસ્ટના બીજા દિવસે પણ ભારે વરસાદની સંભાવના છે. જો કે ત્રીજા દિવસથી વાતાવરણ સ્વચ્છ રહેવાની સંભાવના છે.

ભારત સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવી લીધા છે. શુક્રવારે મેચના પહેલા દિવસે કાનપુરમાં ભારે વરસાદને કારણે સ્ટમ્પ વહેલા મુકવામાં આવ્યા હતા. આજે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. ખરાબ પ્રકાશને કારણે બીજા સત્ર દરમિયાન રમત બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડીવાર પછી વરસાદ પણ શરૂ થયો હતો. આ પછી મેચ બંધ કરાઈ હતી. મોમિનુલ હક 40 અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને અણનમ છે.

બે મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બાંગ્લાદેશી કેપ્ટન નઝમુલ હસન શાંતો 31 રન બનાવીને આઉટ થયો હતો. તે રવિચંદ્રન અશ્વિન દ્વારા LBW થયો હતો. તેણે પચાસની ભાગીદારી બ્રેક કરી હતી. આ પહેલા આકાશ દીપે શાદમાન ઈસ્લામ (24 રન) અને ઝાકિર હસન (0)ને આઉટ કર્યા હતા.

રાત્રે વરસાદના કારણે આજે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી. ટોસ સવારે 9 વાગ્યાના બદલે સવારે 10 વાગ્યે થયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાનપુરમાં આ 24મી ટેસ્ટ છે અને આ બીજી વખત છે જ્યારે કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હોય. આ પહેલા 60 વર્ષ પહેલા 1964માં ભારતે ઈંગ્લેન્ડ સામે આ નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના તત્કાલીન કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી હતા. કાનપુરમાં ટોસ જીત્યા બાદ તેમણે ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

Most Popular

To Top