બેંગ્લુરુ :બેંગ્લુરુના (Bangalore) એક ડોક્ટરનો (Doctor’s) એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. ડૉક્ટર દોડી રહ્યા છે. કારણ કે, તેમને હોસ્પિટલ ટાઇમ પર પહોંચવું હતું, પરંતુ કાર ટ્રાફિકજામમાં (Trafic jam) ફસાઈ ગઈ હતી અને તેને એક દર્દીની સર્જરી માટે વહેલા પહોંચવાનું હતું. ત્યારબાદ તે કાર અને ડ્રાઇવરને છોડીને હોસ્પિટલ તરફ દોડવા લાગ્યા હતા.અને તેને એક દર્દીની સર્જરી માટે વહેલા પહોંચવાનું હતું. ત્યારબાદ તે કાર અને ડ્રાઇવરને છોડીને હોસ્પિટલ તરફ દોડવા લાગ્યા હતા.ખરેખર, આ ડોક્ટરનું નામ છે ગોવિંદ નંદકુમાર. અખબારી.
જામના કારણે તેને હોસ્પિટલ પહોંચવામાં 45 મિનિટ વધુ લાગશે
અહેવાલ મુજબ, ડૉક્ટરે જણાવ્યું હતું કે, તે જામમાં ફસાઈ ગયો હતો અને તેને મોડું થઈ રહ્યું હતું. ડોક્ટરને કનિંગહામ રોડથી સરજાપુરની મણિપાલ હોસ્પિટલ પહોંચવાનું હતું. આ પછી તેણે ગૂગલ મેપ ચેક કર્યો તો ખબર પડી કે જામના કારણે તેને હોસ્પિટલ પહોંચવામાં 45 મિનિટ વધુ લાગશે. ડૉક્ટરે કહ્યું, આથી હું કાર અને ડ્રાઇવરને ત્યાંથી છોડીને દોડવા લાગ્યો.
રિપોર્ટ અનુસાર, ડૉક્ટરનો દર્દી સર્જરી માટે હોસ્પિટલ પહોંચી ગયો હતો અને અન્ય દર્દીઓ પણ ડૉક્ટરની રાહ જોઈ રહ્યા હતા. ડૉક્ટર જામ વચ્ચે તેમની કારમાંથી બહાર નીકળ્યા અને લગભગ ત્રણ કિમી દૂર હોસ્પિટલ પહોંચવા માટે દોડવા લાગ્યા. આ દરમિયાન તેણે પોતાના ફોનથી એક વીડિયો પણ બનાવ્યો છે.
આંગલધરા દૂધમંડળી ખાતે નેત્રશિબિર યોજાયો
અનાવલ: મહુવા તાલુકાની આંગલધરા દૂધ ઉત્પાદક મંડળી ખાતે શુભમ નેત્રસેવા ટ્રસ્ટ અને દૂધમંડળી આયોજિત નેત્ર શિબિર યોજાઈ હતી. નેત્ર શિબિર સાઇટ સેવિંગ એકેડમી ઓફ ઇન્ડિયના દાતા યશોધરાબેન પટેલ, ધર્મજના સૌજન્યથી એમના પતિ ભૂપેન્દ્ર પટેલના સ્મરણાર્થે યોજવામાં આવી હતી. આંગલધરા દૂધ મંડળીના પ્રમુખ અમ્રત પટેલના હસ્તે ખુલ્લી મૂકવામાં આવેલી આ શિબિરમાં સરપંચ મીનાક્ષીબેન, સભાસદો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં .આ શિબિરમાં ૨૨૪ લાભાર્થીએ લાભ લીધો હતો.