બનાસકાંઠા: (Banaskantha) બનાસકાંઠા રોડ (Road) પર અકસ્માતની (Accident) સંખ્યા ચિંતાજનક હદે વધી છે, ત્યારે રવિવારની સવારે આવા જ એક કાળમુખા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત (5 Death) થયા હોવાની વિગતો સાંપડી છે. ધાનેરાથી (Dhanera) થરાદ (Thrarad) જઈ રહેલાં ઠાકોર પરિવારની (Thakor Family) અલ્ટો કાર (Alto Car) ટ્રેક્ટરને (Tractor) પાછળથી ઘૂસી જતા કારનો રસ્તા પર જ ભુક્કો બોલી ગયો હતો અને એક જ પરિવારના 5 સભ્યોના મોત થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 5 લોકોનાં મોત થયાંના પ્રાથમિક અહેવાલ છે, જ્યારે 3થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને 3 ઘાયલોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની જાણ ધાનેરા પોલીસને થતાં 108 તેમજ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી. એક સાથે પાંચ લોકોના મોત થતા ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, મોડી રાત્રે ધાનેરાથી થરાદ તરફ જતા પાવડાસણ ગામ પાસે ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં બેઠેલા 7 પૈકી 5 લોકોના કરૂણ મોત થયા. લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અંધકારમાં ટ્રેક્ટર ન દેખાતા અલ્ટો કાર ટ્રેક્ટરના ટ્રોલી પાછળ ઘૂસી હતી. પૂર ઝડપે સર્જાયેલા અકસ્માતમાં અલ્ટો કારમાં બેસેલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાંચ લોકોના મોત થયા છે.
મૃતકોના નામ
- ગેમરજી ઠાકોર :- 55 વર્ષ
- રમેશભાઈ ઠાકોર :- 35 વર્ષ
- અશોકભાઈ ઠાકોર :- 30 વર્ષ
- ટીપું ઠાકોર :- 7 વર્ષ
- શૈલેષ ઠાકોર :- 2 વર્ષ