Charchapatra

આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો

પ્રતિવર્ષ યોજાતી 10 ટીમો વચ્ચેની આઈપીએલ ટુર્નામેન્ટમાં લાખો – કરોડો રૂપિયા ભાવ લગાવીને હરાજી બોલાવી ક્રિકેટ ખેલાડીઓને ખરીદવામાં આવે છે. એક બાજુ દેશમાં માથાદીઠ બોજો વધી રહ્યો છે, બેકારી, ગરીબી અને મોંઘવારી બેકાબૂ બની છે, જેના પરિણામે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર તેની મહત્તમ સપાટીએ પહોંચી રહ્યો છે. આજે પણ દેશનાં અનેક રાજયોનાં શહેરોમાં એવાં પણ નાગરિકો છે જેમને બે સમયનું પર્યાપ્ત ભોજન પ્રાપ્ત થતું નથી તેમજ વિધવા પેન્શન, કિસાન સમ્માન નિધિ યોજનાના પૈસા ખાતામાં જમા થતા નથી. લાખો પેન્શનરોને આજે પણ માસિક 1000 થી 1500 જેટલું પેન્શન યા જીવનનિર્વાહ કરવો પડે છે. હવે દેશની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરતા દેશની સરકાને એવું કેમ નથી સમજાતું કે લાખો-કરોડોની આઈપીએલ હરાજી પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાડવો જરૂરી છે.
મોટા મંદિર, સુરત  – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top