સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો અને મહેનત કરીને પેટિયું રળતાં લોકો પર દંડાત્મક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું, તો આ લોકો સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઘરે બનાવે છે? ના. તો આવી પ્લાસ્ટિકની વસ્તુ બનાવતાં ઉદ્યોગો ઉપર પહેલાં પ્રતિબંધ મૂકો પછી ૬ મહિના કે વરસમાં એનો વિકલ્પ આપો પછી સામાન્ય લોકો ઉપર કાર્યવાહી કરો. શું સિંગલ યુઝ પ્લાસ્ટિક જ પ્રદૂષણ કરે છે? પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક ગમે તેટલી વાર ઉપયોગમાં લેવાતું હોય પ્રદૂષણ તો કરે જ છે. તો દરેક પ્રકારના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકાવો જોઈએ.
પછી એ ઝભલા થેલી હોય, પાણીની બૉટલ હોય, વેફર્સનાં પેકેટ હોય, ચમચી, ગ્લાસ કે પછી રમકડાં હોય, પણ એ પહેલાં એનો વિકલ્પ હોય તે જરૂરી છે. કાયદો હોય તો દરેક માટે સરખો હોવો જોઈએ. આજે રિસાયકલેબલ પ્લાસ્ટિક પણ કેટલું રિસાયકલ થાય છે? માંડ આખો દિવસ મહેનત કરીને ૧૦૦-૨૦૦ રુપિયા કમાતા નાના માણસો કે પાથરણા પાથરી ધંધો કરતા નાના વેપારીઓ કે શાકભાજી વેચતા ગામડાંના લોકો પાસે ૫૦૦-૧૦૦૦ ના દંડ વસૂલતા શાસકો જરા વિચારે એ જરૂરી છે. આ મારા વ્યક્તિગત વિચારો છે. પણ વિષય ચર્ચાનો છે.
પારડી – જતિન ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરત ટ્રેન સ્ટોપેજ અંગે
સુરત રેલ્વે સ્ટેશનના પ્લૅટફૉર્મનું કામ શરૂ કરાતાં અમુક ટ્રેનના સ્ટોપેજ ઉધના રેલવે સ્ટેશન પર યુપી. બિહારની ટ્રેનને આપવામાં આવશે તેવી જ રીતે જો સુરતથી નજીક આવેલ ઉત્રાણ રેલ્વે સ્ટેશન પર પણ અમુક ટ્રેનનાં સ્ટોપેજ આપી શકાય તેમ છે.રાજસ્થાન, મધ્યપ્રદેશ, કચ્છ, સૌરાષ્ટ્રની ટ્રેનને વરાછા,મોટા વરાછા,કતારગામના રહેવાસીઓ માટે સુવિધા પણ મળશે અને અન્ય રેલ્વે સ્ટેશનના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માં સહાય થશે.
અમરોલી – પ્રફુલ વાડોલિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.