ભરૂચ: નર્મદા (Narmada) મૈયા બ્રીજ (Bridge) ઉપરથી ટ્રાફિકની (Traffic) સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની (Heavy Vehicle) આવન જાવન ઉપર પ્રતિબંધ (Ban) લાદવામાં આવ્યો હતો. અંકલેશ્વર તરફ તેમજ એ.બીસી. સર્કલ નજીક ટ્રાફિક જામના કારણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી તમામ પ્રકારના ભારે વાહનોની આવનજાવન બંધ કરવામાં આવી હતી. જો કે આ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ઉપરાંત પ્રતિબંધ બાદ ટ્રાફિકની સમસ્યામાંથી પણ કંઇક અંશે રાહત જોવા મળી હતી. જેના પગલે આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. તા. 10 જુલાઈથી 8 ઓગષ્ટ રાતે 12 કલાક સુધી તમામ પ્રકારના ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં વધુ પાંચ દિવસ પવન ફૂંકાવા સાથે ત્રણ ઈંચ સુધી વરસાદની આગાહી
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આગામી ૧૩મી જુલાઈ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરાઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ૨૪ થી ૨૬.૪ કિ.મી. ભારે પવનોની ગતિ રહેવા સાથે આ પાંચ દિવસોમાં ૬૦ થી ૯૫ મિ.મી. વરસાદની શકયતા વ્યક્ત કરાઈ છે.
- ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીનો મોસમનો 26.55 અને નર્મદા જિલ્લામાં 21.42 % વરસાદ વરસી ગયો
ખેડૂતોએ ડાંગરના ઘરૂવાડિયામાં પાણીનાં ભરાય તેની ખાસ કાળજી લેવી અને કપાસ, તુવેર અને શેરડીના ખેતરમાં વરસાદનાં વધારાનાં પાણીનાં નિકાલ માટે વ્યવસ્થા કરવી અને ખેતરની વિવિધ પ્રવૃત્તિઓ ન કરવી અને વરાપ થયે આંતરખેડ અને નિંદામણની પ્રવૃતિ કરવા ડો. એચ બી સોડવડીયા, ધવલ પી કમાણી, ડો. કે. વી. વાડોદરિયાએ જણાવ્યું છે. આવી સ્થિતિમાં પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા. ભારે વરસાદના સમયે દરિયાઈ વિસ્તારમાં માછીમારોએ પ્રવેશ ન કરવો.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 10 કલાકમાં વધીને 114.56 મીટરે પહોંચી
રાજપીપળા: (Rajpipla) ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Dam) કેચમેન્ટ વિસ્તારમાં હાલ ઓછો વરસાદ છે, પરંતુ નર્મદા ડેમની (Narmada Dam) આજુ બાજુ નજીકના વિસ્તારમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 10 કલાકમાં 14 સેન્ટિમીટર જેટલી વધી 114.42 મીટરથી 114.56 મીટરે પહોંચી છે. મુખ્ય કેનાલમાં હાલમાં પાણીની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે તો બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો હોવાના કારણે મુખ્ય કેનાલ માંથી હવે માત્ર 4205 ક્યુસેક જ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાલમાં નર્મદા ડેમની જળ સપાટી હજુ 115 મીટરની આજુબાજુ છે જેના કારણે 1200 મેગાવોટ રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ હાલમાં બંધ રાખવામાં આવ્યા છે.