Charchapatra

નાણાં આધારિત ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ

ટી.વી. પર પ્રસારિત થતી વિવિધ ગેમ્સની જાહેરાત જોવામાં આવે છે. એમાં ફિલ્મી હીરો સેફ અલીખાન તથા અન્ય સેલીબ્રીટીઓ દ્વારા જાહેરાત કરતાં જોવા મળે છે. આ બધી ભ્રામક અને લલચાવનારી જાહેરાતો જોતાં જ યુવાધન એમાં જોતરાઈ જાય છે. ઘણી વાર આગળ પાછળનો વિચાર કર્યા વગર એમાં ઝંપલાવી દે છે. શરૂઆતમાં પૈસા કમાય છે અને પછી મોટી રકમના ખાડામાં ઊતરી પડે છે. અંતે પરિણામ શું આવે છે તે આપણને બધાને ખબર જ છે. મોબાઈલમાં પણ ઘણી વાર તમે 50,000 જીત્યા છો, લૂંટો રમત રમવા માંડો એવું વાંચવામાં આવે છે પણ આમાં ફસાવું જોઈએ નહીં.

ઓનલાઈન સટ્ટા જેવી ગેમ્સ રમાડનારા અને આવી જાહેરાતો કરનારા માટે સખત કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી જેનો હેતુ ઝડપથી વિકસતી ડિજિટલ ગેમિંગ ક્ષેત્રને રોક લગાડવાનો છે. એક અંદાજ મુજબ દર વર્ષે ઓનલાઈન મની ગેમમાં સપડાઈ રૂપિયા 20,000 હજાર કરોડ ગુમાવતાં 45 કરોડ લોકો બચી જશે. આ કાયદો અમલમાં આવ્યા પછી તમામ પૈસા આધારિત ગેમિંગ વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ છપાશે ત્યારે ખરેખર આ બિલ પર મહોર લાગી ગઈ હશે અને ખરેખર આ કરવા જેવું જ હતું. આને ખૂબ જ પ્રશંસનીય કાર્ય ગણાવી શકાય.
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top