Charchapatra

ગાંધીનગરનો બાલવીર

હાલમાં જ એક વિડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ગાંધીનગરનો એક ૧૦ વર્ષિય બાળક કે.બી.સી.ની હોટ સીટ પર બચ્ચન સાહેબની સામે બેઠો છે અને દરેક સવાલના ઉધ્ધતાઈપૂર્વક જવાબો આપે છે. સ્વયંભૂ ગુગલ બોય માનતો આ બાલવીર વધુ પડતો સ્માર્ટ ત્થા ઓવર કોન્ફીડંસથી ભરેલા જવાબો આપીને ફક્ત દરેક દર્શકોને જ નહીં ખુદ બચ્ચન સાહેબને પણ શરમમાં મૂકતો હોય તેવું લાગે છે. વાંક ફક્ત આ બાલવીરનો જ નથી. પણ તેને કેળવણી આપનાર મા બાપનો પણ છે. જેમણે વડીલો સાથે કઈ રીતે વર્તન કરવાનું શીખવ્યું હોત તો બાળક આખા દેશમાં આટલો બધો ટ્રોલ ન થયો હોત. જ્યારે વડીલ તરીકે સદીના મહાનાયક હોય ત્યારે તો ખાસ.
પાલનપુર કેનાલ રોડ, સુરત. – ધર્મેશ ટોપીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રૂ. 10, 20ની નોટોની  અછત કેમ છે?
આજકાલ રૂ. 10 તથા રૂા. 20ની નોટોની પુષ્કળ પ્રમાણમાં તંગી જોવા મળે છે. રૂા. 10 તેમજ 20ની નોટોની ભારે અછત જોવા મળે છે. રૂા. 10ની નોટ તો કયાં ગાયબ થઇ ગઇ તે જ સમજાતું નથી. આજકાલ દિવાળીનો તહેવાર હોવા છતાં કોઇ પણ બેંકમાં રૂા. 10 તથા 20ની 100 નંગનું બંડલ મળતું જ નથી. આ પરેશાની દિવાળી જેવા મહત્ત્વના તહેવાર સમયે પણ હોય તો દિવાળી બાદ સામાન્ય દિવસે તો શું સ્થિતિ હશે?

આ અંગે સરકારે પૂરતું ધ્યાન આપી આ અંગે પૂરતો પુરવઠો પ્રજાને મળી રહે તેવી વ્યવસ્થા સરકારના નાણાં વિભાગે તથા બેંક સત્તાધીશોએ તાકીદે કરવી જ જોઇએ. રૂા. 10, 20ની નોટ જે પણ જોવા મળે છે તે ફાટેલી તૂટેલી રદ્દી હોવાનું બેંકો પણ ગ્રાહકોને જણાવે છે અને નોટ મળતી જ નથી. નવી નોટનું બંડલ કે નવી રૂા. 10, 20ની નોટ તો કયાંય જોવા જ મળતી નથી. આ અંગે રિઝર્વ બેંકને સરકારે તેમજ બેંક સત્તાધીશોએ રજૂઆત કરી નવી નોટોની વ્યવસ્થા કરવી જ જોઇએ.
તલિયારા  – હિતેન્દ્ર એસ. દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top