હાલમાં વર્તમાનપત્રમાં જાણવા મળ્યું કે એક યુવકે એક યુવતીને ભોળવીને એની સાથે શારીરિક સબંધ બાંધ્યો અને લગ્ન કરવાની ના પાડે છે. હવે મામલો કોર્ટમાં છે. અહીં સવાલ લગ્નનો નહિ પણ સમાજની માનસિકતાનો છે. સમાજમાં યુવકને જ જવાબદાર ગણાય છે.
આમ જયાં સુધી બરાબર ચાલે ત્યાં સુધી વાંધો નહીં પણ જે સમયે ધાર્યું ન થાય ત્યારે વિકિટમ કાર્ડ રમવું એ ધીમે ધીમે સ્ત્રીઓની ફેશન થઈ ગઈ છે. સરકારે સ્ત્રીઓની સુરક્ષા માટે કાયદા બનાવ્યા છે અને અમલ સખતાઇથી થાય છે.
જેમકે જે સ્ત્રી બળાત્કારની ફરિયાદ કરે છે તેમાં મોટે ભાગે એવો ઉલ્લેખ કર્યો છે કે છ મહિનાથી કે બે વરસથી બળાત્કાર થાય છે. આ વાત કેવી રીતે સાચી મનાય? આજે ફરિયાદ કેમ? બીજી એક શિક્ષિત યુવતી ફરિયાદ કરે છે કે તેને જુદી જુદી હોટલમાં અને બહારગામ લઇ જઇને તેની સાથે શારીરિક સબંધ બાંધવામા આવ્યો. તો શું આમાં તેની મરજી નહીં હોય? મરજી વગર કેવી રીતે ગઇ? શિક્ષિત છે તો કાયદાનો સહારો કેમ ન લીધો? આ માટે ફક્ત યુવકને જ કેમ જવાબદાર ઠેરવી શકાય?
હાલમાં બળાત્કારના કેસમાં ત્રણ યુવાનો નિર્દોષ સાબિત થયા, પણ હવે શું? તેઓ સમાજમાં બદનામ થઇ ચૂક્યા છે. આના માટે જવાબદાર કોણ? આ યુવકો સામેના ફરિયાદીઓનાં લગ્ન પણ થઇ ગયા અને હવે યુવકે કયાં ફરિયાદ કરવી? સમાજે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.
– નીરુબેન બી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.