National

બાલાસોરમાં જે સ્થળે અકસ્માત થયો હતો તે બહાનાગા સ્ટેશનને CBIએ સીલ કર્યું

નવી દિલ્હી: ઓડિસાના બાલાસોરમાં 2 જૂને શુક્રવારે બે ટ્રેન અને એક માલગાડી વચ્ચે અકસ્માત (Train Accident) થયો હતો જેમાં 288 લોકોના મોત (Death) થયા હતા જ્યારે 1208 લોકો ધાયલ (Injured) થયા હતા. આ અકસ્માત પછી CBIએ તપાસ શરૂ કરી હતી જેમાં શનિવારે તપાસ એજન્સીએ આ અકસ્માત જ્યાં થયો હતો તે બહાનાગા સ્ટેશનને સીલ કરી દીધું છે. રેલવે અધિકારી પાસેથી જાણકારી મળી આવી છે કે લગભગ 2 કલાક સુધી તાપસ કર્યા પછી CBIએ લોગબુક, રિલે પેનલ અને અન્ય વસ્તુઓને પોતાની પાસે લઈ સ્ટેશનને સીલ મારી દીધું છે. એટલે કે હવે આ સ્ટેશન પરથી એક પણ ટ્રેન પસાર થશે નહિં. રેલવે અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીએ રૂમ અને ડેટા લોકર બંને સીલ કરી દીધા હતા. CBIને આ અકસ્માત સાથે જોડાયેલા વધુ કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળી શકે છે.

આ અકસ્માત પછી અપ અને ડાઉન બંને લાઇન પર સેવાઓ ફરી શરૂ થતા બહાનાગા બજાર સ્ટેશન પર ઓછામાં ઓછી સાત ટ્રેનો રોકાઈ રહી હતી. આ સ્ટેશન પરથી લગભગ દરરોજ લગભગ 170 ટ્રેન પસાર થાય છે. ત્યારે હવે આ સ્ટેશનને સીલ કરી દેવાતા અને આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન કે માલગાડી રોકાશે નહીં.

મૃત્યુ પામનારના મૃતદેહોને જ્યાં રાખવામાં આવ્યા હતા તે શાળામાં બાળકો અને શિક્ષકો આવતા ડરે છે
ઓડિશા ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામનારના મૃતદેહ જ્યાં રાખવામાં આવ્યા હતા તે સ્કૂલની ઈમારતને હવે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમજ ઈમારતને તોડી પાડવાની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. જે શાળામાં મૃતદેહને રાખવામાં આવ્યા હતા તે શાળા પ્રશાસન પાસેથી જાણકારી મળી આવી છે કે બાળકો અને શિક્ષકો આ સ્થળ પર આવતાં ડરે છે જેના કારણે આ ઈમારતને તોડીને એને ફરીથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શરૂ થાય તે પહેલાં શાળામાં શુદ્ધિકરણની પ્રક્રિયા પણ કરવામાં આવશે. આ શાળામાં આશરે 650 જેટલા બાળકો અભ્યાસ કરે છે.

Most Popular

To Top