બાલાસિનોર: બાલાસિનોર ખાતે એક મહીલાએ તેનું મકાન ભંડેરીવાસ બાલાસિનોરમાં છે અને આ મકાન સબંધીનો કૌટુંબિક ઝઘડો તકરાર ચાલતી હોવાથી આ અંગે કોર્ટમાં પણ કેસ કર્યો છે. જે અંગે ફરિયાદી મહિલાની ઉપેક્ષા થતાં તેણીએ પોલીસ સ્ટેશનમાં જ પોતાના સગીર બાળકો સાથે રાતવાસો કરવો પડ્યો હતો. મહિલા મોક્ષાબેન નિતેશભાઈ પંચાલના ભાઈ દીપ નિતિશ અને હેમાક્ષી શાહે આ વિવાદિત મકાનના તાળા તોડી નાખીને મકાનમાં કબજો કરી લેતાં આ ઘટના અંગે મોક્ષાબેને તા.22.6.ના રોજ બાલાસિનોર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરીને પોલીસ.ઈ.ને ફરિયાદ આપી હતી.
બાલાસિનોરના પોલીસ ઈન્સ્પેક્ટરે આ ફરિયાદ સંદર્ભે ફરિયાદી મહીલાને અમદાવાદ હોઈ તેણીને બાલાસિનોર પોલીસ મથકે બોલાવતાં આ મહીલા તેના સગીર બે સંતાનો સાથે સાંજે પોલીસ મથકે આવી હતી. પરંતુ આ મહીલાની લેખીત ફરિયાદ પ્રત્યે પોલીસ ઈન્સ્પેક્ટરે કે ટાઉન જમાદાર દ્વારા કોઈ ધ્યાન આપ્યું નહોતું. કોઈ પણ કાયદેસર કાર્યવાહી પણ ન કરાઇ, મહીલાની લેખીત ફરિયાદ પ્રત્યે પીઆઇ દ્વારા ઊપેક્ષા સેવતાં અને મહીલાને કોઈ ન્યાય નહીં મળતાં અને કોઈ પુછપરછ નહીં કરતાં આ ફરિયાદી મહીલા સાંજથી જ તેના બાળકો સાથે આખી રાત સુધી પોલીસ મથકમાં જ ગુજારી હતીં. જે વાત વાયુવેગે શહેરમાં ફેલાતાં આ ઘટના ટોકઓફ ટાઉન બની હતી.