Charchapatra

સમતુલન

માનવજીવનમાં દરેક તબક્કે સમતુલન કરવું જોઈએ, અલબત્ત અઘરી બાબત છે. એક ત્રાજવામાં વજન વધે તો બીજી તરફ તેની અસર જોવા મળે. ન્યાય કરવામાં પણ સમતુલા જાળવવી જ પડે. બન્ને પક્ષે દલીલ સાંભળીને ન્યાય આપવામાં આવે. આ કાયદા કાનૂનની વાત થઈ. બાળઉછેરમાં પણ બાળકોને કેટલીક છૂટ આપવી પડે. લાડપાન પણ જરૂરી. જ્યાં સંતાનમાં એક જ બાળક હોય ત્યાં મા-બાપ બાળકને એવાં લાડ કરે કે બાળકની દરેક ઈચ્છા પૂર્ણ કરે. આ સંજોગોમાં બાળક જિદ્દી બની શકે. માંગણી મુજબ સંતોષ ન થતા શિસ્તભંગ પણ કરી શકે. બાળકોને ધાર્યું કરવાની ટેવ ભવિષ્યમાં ભારે પડી શકે છે. બાળકને પ્રોત્સાહિત કરવું પડે પણ તેમાં પ્રમાણભાન ન રાખો તો બાળકને અન્યાય થઈ શકે.

જરૂરી પ્રેરણા, પોત્સાહન અને માર્ગદર્શન આપવું જોઈએ. બાળકોનું માપ પણ જોવું જોઈએ. મોટાઓની વાત કરીએ તો નોકરી અને ઘર બન્નેમાં સમતુલન જળવાઈ તે જોવું જોઈએ. જાહેરજીવન અને અંગત જીવનમાં સમતુલન સાધવામાં સમજદારી છે. વાણી, વ્યવહારમાં, ચાલવામાં કે દોડવામાં કે જીવનના દરેક પગલે આપણે જ્યારે સમતુલન ગુમાવી દઈએ છે, ત્યારે આવનારા સુખથી દૂર થતાં જઈએ છીએ. ચાલો, જીવનમાં શિસ્ત સાથે બૅલેન્સ- સંતુલન જાળવણીને આગળ વધીએ.
નવસારી       – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દીકરી ને ગાય દોરે ત્યાં જાય
આજે પણ   રૂઢિચુસ્ત વડીલોનું વર્ચસ્વ છે. બહેનોએ પોતાની વિવેક બુદ્ધિ અને સ્વતંત્ર માનસિકતા ગુમાવી દીધી છે. તેઓનો ઉછેર હવામાંના દેડકાથી વિશેષ નથી. પોતાની ઇચ્છિત શૈક્ષણિક ફેકલ્ટીમાં જતાં રોકું છે. પુરુષ ભણેલો ન હોય તો ચાલશે પણ સંપત્તિવાન હોવો જોઈએ. આ જ માનસિકતા લાક્ષણિક, શૈક્ષણિક શક્તિ ધરાવતી બહેનોને પીછેહઠ કરાવે છે.
અડાજણ          – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top