નવી દિલ્હી: ભારતીય કુસ્તી મંત્રાલય દ્વારા કુસ્તી સંઘના પ્રમુખને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે. સરકારે રેસલિંગ એસોસિએશનની ચૂંટણી (Wrestling Association Elections) બાદ ચૂંટાયેલી નવી કારોબારી સમિતી સામે રવિવારે 24 ડિસેમ્બરે કડક નિર્ણય લીધો હતો. દરમિયાન રેસલર બજરંગ પુનિયાએ (Bajarang Puniya) રમત મંત્રાલયના નિર્ણયને યોગ્ય દર્શાવી પરત કરેલો પદ્મશ્રી એવોર્ડ (Padmashree Award) હવે સ્વીકારવા સંમતિ દર્શવી છે. જ્યારે સાક્ષી મલિકે પણ પોતાની પ્રતીક્રિયા આપી છે.
પોતાના આ નિર્ણય અંગે બજરંગે કહ્યું કે “આ નિર્ણય યોગ્ય છે.” અમારી બહેનો અને દીકરીઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે. આ અત્યાચાર કરનાર લોકોને સંપૂર્ણપણે કુશ્તિ સંઘથી દૂર કરવા જોઈએ. અમારા ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ રાજનીતિ કરવામાં આવી હતી. જ્યારે અમે મેડલ જીતીએ છીએ ત્યારે અમે દેશના છીએ. તેમજ અમે જ મેડલ જીતીયે છીએ તે દેશ માટે જીતીયે છીએ. અમે ખેલાડીઓ ક્યારેય જાતિવાદ જોતા નથી. અમે એક જ થાળીમાં સાથે ખાઈએ છીએ. ત્યારે કુસ્તી મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ હું મારો પદ્મ શ્રી એવોર્ડ સ્વીકારવા તૈયાર છું.
અમે રાજકારણ સાથે જોડાયેલા ન હતાઃ બજરંગ
બજરંગે કહ્યું, “જે એસોસિયેશન રચાયું છે તે ખેલાડીઓને મદદ કરવા માટે છે. તેમને હેરાન કરવા માટે નહીં. અમે નિષ્પક્ષ ચૂંટણીઓ ઈચ્છીએ છીએ. બ્રિજભૂષણ શરણ સિંહે દરેક રાજ્યમાં પોતાના લોકોને સ્થાન આપ્યું છે. અમારું સત્ય દર્શાવવામાં આવ્યું નથી. અમે કોઇ પણ પ્રકારની રાજનીતિ સાથે જોડાયેલા નથી. પરંતુ વિપક્ષે અમને સપોર્ટ કર્યો હતો. દરમિયાન અમે સરકારના લોકોને પણ સમર્થન આપવા માટૈ વિનંતિ કરી હતી. ત્યારે કોઈએ અમને સમર્થન આપ્યું ન હતું. અમે મહિલા સાંસદોને પત્રો પણ લખ્યા હતા. પરંતુ કોઈએ અમને સમર્થન આપ્યું ન હતું.”
સાક્ષી મલિકે કહ્યું….
સાક્ષીએ કહ્યું “મેં કુસ્તી છોડી દીધી છે. પરંતુ હું ગઈ કાલ રાતથી પરેશાન છું. મને સમજાતુ નથી કે તે જુનિયર મહિલા કુસ્તીબાજોએ શું કરવું જોઈએ જેઓ મને ફોન કરીને કહે છે કે જુનિયર નેશનલ્સ 28મીથી યોજાનાર છે. તેમજ નવા રેસલિંગ ફેડરેશને તેને નંદની નગર ગોંડામાં યોજવાનું નક્કી કર્યું છે. ગોંડા બ્રિજભૂષણનો વિસ્તાર છે. હવે કલ્પના કરો કે જુનિયર મહિલા કુસ્તીબાજો કેવા વાતાવરણમાં કુસ્તી કરવા જશે. શું આ દેશમાં નંદની નગર સિવાય બીજુ કોઈ સ્થાન નથી કે જેનાથી રાષ્ટ્રકાર્ય થાય? મને સમજાતું નથી કે શું કરું.” તેમજ સંજય સિંગને સસ્પેન્ડ કર્યા બાદ તેણીએ પોતાના સન્યાસ બાબતે વિચારશે એમ કહ્યું હતું.