બજાજ કંપની (Bajaj Company) દુનિયાની પ્રથમ CNG બાઇક (Bike) ફ્રીડમ 125 લાવી છે. આ બાઇક CNG અને પેટ્રોલ બંને ઇંધણ પર રોડ પર ચાલશે. આ બાઇકની ડ્રાઇવિંગ રેન્જ અંગે કંપની દાવો કરી રહી છે કે તે CNG પર 213 કિલોમીટર સુધી ચાલશે. જ્યારે તે પેટ્રોલ પર 117 કિલોમીટરનું અંતર કાપશે. જેના કારણે તેની કુલ રેન્જ 330 કિલોમીટર થઈ જાય છે. ચાલો જાણીએ કે તેમાં અન્ય કઈ કઈ વિશેષતાઓ હશે.
બજાજ ઓટોએ 5 જુલાઈ શુક્રવારે વિશ્વની પ્રથમ CNG બાઇક ‘બજાજ ફ્રીડમ 125’ લોન્ચ કરી. બાઇક ચલાવવા માટે બે ઇંધણ વિકલ્પો છે એટલે કે 2 લિટર પેટ્રોલ ટાંકી અને 2 કિલોની CNG ટાંકી. આ બંનેને એકવાર ભરવાથી 330 કિમીની માઈલેજ મળશે. રાઇડર એક બટન વડે CNG થી પેટ્રોલ અને પેટ્રોલ થી CNG માં સ્વિચ કરી શકે છે. તેની કિંમત રૂ. 95,000 થી રૂ. 1.10 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. બાઇકનું બુકિંગ શરૂ થઇ ગયું છે. ડિલિવરી સૌથી પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થશે. તે બાકીના રાજ્યોમાં તબક્કાવાર ઉપલબ્ધ થશે.
બજાજ ફ્રીડમ CNG બાઇક ત્રણ વેરિઅન્ટમાં આવે છે. બાઇકના 11 થી વધુ સેફ્ટી ટેસ્ટ કરવામાં આવ્યા છે. 10 ટન લોડ ટ્રક નીચે આવ્યા પછી પણ ટાંકી લીક થઈ ન હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો હતો કે સીએનજી ટુ-વ્હીલર ચલાવવાનો ખર્ચ લગભગ 1 રૂપિયા પ્રતિ કિલોમીટર હશે.
બજાજ અલગ-અલગ સેગમેન્ટમાં પણ CNG બાઇક લાવશે
બજાજ ઓટોના એમડી રાજીવ બજાજે જણાવ્યું હતું કે, ‘કંપની સીએનજી મોડલ સાથે વધતા ખર્ચથી ચિંતિત ગ્રાહકોને લક્ષ્ય બનાવશે. બજાજ કહે છે, ‘અમે CNG બાઇક્સનો પોર્ટફોલિયો બનાવીશું, જેમાં 100CC, 125CC અને 150-160CC બાઇક્સનો સમાવેશ થશે.’
બજાજની આ બાઇકમાં 125 સીસી સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે જેમાં ફ્યુઅલ ઇન્જેક્શન છે. આ બાઇકનું એન્જિન મહત્તમ 9.4 bhpનો પાવર અને 9.7 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે એક્સ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તેમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક છે. બ્રેકિંગ માટે, આગળના ભાગમાં ડિસ્ક બ્રેક સેટઅપ અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક સેટઅપ આપવામાં આવ્યું છે.