મુંબઈ: બાગેશ્વર (Bageshwar) ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત ચર્ચામાં રહે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બહુ ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. ક્યારેક પોતાના નિવેદનના કારણે તો ક્યારેક સભામાં ઉમટેલી ભીડને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતની (Gujarat) મુલાકાતે છે જેના કારણે તેઓ હાલ ચર્ચામાં છે. ત્યારે હવે તેઓ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.
આ ફિલ્મ મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામ પર બનવા જઈ રહી છે. નિર્દેશક વિનોદ તિવારીએ આ ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે ‘ધ બાગેશ્વર સરકાર’. આ ફિલ્મ નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ હિન્દી સિવાય બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે. વિનોદે આ પહેલા ફિલ્મ ‘ધ કન્વર્ઝન’ બનાવી હતી. લવ જેહાદના મુદ્દા પર બનેલી આ ફિલ્મમાં વિંધ્યા તિવારી, પ્રતિક શુક્લા, રવિ ભાટિયા અને મનોજ જોશીએ અભિનય કર્યો હતો. ફિલ્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સંઘર્ષથી લઈને તેમની સફળતા અને બાગેશ્વર બાબાની કૃપા બતાવવામાં આવશે.
ફિલ્મનું નામ છે ‘ધ બાગેશ્વર સરકાર’ રાખવામાં આવશે તેવું પણ સામે આવ્યું છે. ‘ધ બાગેશ્વર સરકાર’ નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે લોકો ફિલ્મના શીર્ષકને લઈને મૂંઝવણમાં ન આવે અને તેના દ્વારા દર્શક ફિલ્મ કોના પર બની છે તે જાણી શકે. દિગ્દર્શકે ‘ધ બાગેશ્વર સરકાર’ બનાવવા પાછળનો હેતુ પણ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બાગેશ્વર સરકારનો મહિમા અને સમગ્ર વિશ્વમાં તેમના પ્રત્યેનો આટલો પ્રેમ જોઈને તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના જીવન પર આધારિત છે. એટલે કે આ ફિલ્મ બાયોપિક હશે. આ ફિલ્મમાં તેમનો સંઘર્ષ બતાવવામાં આવશે. આ ફિલ્મ દ્વારા એક પરોપકારીના આદર્શોને સમાજ સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વિનોદે વધુમાં જણાવ્યું હતું કે, બાગેશ્વર મહારાજ દેશ-વિદેશમાં સનાતન ધર્મના લોકોને જોડી રહ્યા છે, તે ખૂબ જ આનંદની વાત છે. તેમના ઉપદેશથી સનાતનીઓમાં એક ચિનગારી જગાવી છે અને ધર્મના રક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.