ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામ (Bageshwar Dham)ની ચર્ચા હાલમાં સમગ્ર દેશમાં થઈ રહી છે. દેશની સાથે જ દુનિયાભરના લોકો પોતાની અરજી લગાવવા માટે બાગેશ્વર ધામમાં પહોંચી રહ્યા છે. અઠવાડિયામાં મંગળવાર અને શનિવારે ભક્તોની ભીડ વધુ પ્રમાણમાં હોય છે.
હાલના દિવસોમાં ભક્તોની સંખ્યા લાખોમાં પહોંચી જાય છે પણ આશ્ચર્યની વાત આ છે કે કંઈક માંગવાની ઈચ્છા લઈને આવતાં લોકો પોતે ગુમ થઈ રહ્યા છે. એટલે કે બાગેશ્વર ધામમાંથી અત્યાર સુધી અનેક લોકો ગુમ થઈ ચૂક્યા છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં પોલીસ પણ અસક્ષમ સાબિત થઈ છે.
બાગેશ્વર ધામથી ગુમ થયેલા લોકોમાં અનેક વ્યક્તિઓ માનસિક રીતે બીમાર છે તો કેટલાક વ્યક્તિઓ વધુ ભીડ હોવાના કારણે પરિવારથી અલગ થઈ ગયા છે. જેમની કોઈ પણ માહિતી નથી મળી રહી. પોતાના ગુમ થયેલા પરિવારના સભ્યને શોધવા માટે અન્ય રાજ્યોના લોકો પોલીસ સ્ટેશન અને બાગેશ્વર ધામના કાર્યાલયના ચક્કર લગાવી રહ્યા છે.
પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 1 જાન્યુઆરી 2023થી અત્યાર સુધી બાગેશ્વર ધામથી 21 લોકો ગુમ થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લોકો વિશે માહિતી મળી ગઈ છે, પણ 12 લોકો હજુ પણ ગુમ છે. હજુ સુધી પોલીસ તેમના સુધી પહોંચવામાં સક્ષમ નથી થઈ.
છતરપુર જિલ્લાના પોલીસના કેપ્ટન અમિત સાંઘીનું કહેવું છે કે ગુમ થયેલા અન્ય 12 લોકો સુધી પહોંચવવા માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે. પરિવાર તરફથી ફરિયાદ મળ્યા પછી તાત્કાલિક ધોરણે પોલીસ ગુમ થયેલા લોકોને શોધવાના કાર્યમાં જોડાઈ ગઈ હતી.
થોડા દિવસો પહેલા બાગેશ્વર ધામના ડુંગર પર મળી હતી મહિલાની લાશ
છતરપુર જિલ્લાના બમીઠા પોલીસ સ્ટેશન વિસ્તારના બાગેશ્વર ધામ ગઢા ગામના ડુંગર પર એક મહિલાની અર્ધનગ્ન અવસ્થામાં લાશ મળવાનો મામલો સામે આવ્યો હતો. લોકોના અનુસાર મહિલા માનસિક રૂપથી બીમાર હતી. જે કેટલાક દિવસોથી બાગેશ્વર ધામમાં ફરી રહી હતી. બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી એમ તો હનુમંત કથાવચન કરે છે. તેમના કાર્યક્રમમાં 5 થી 6 લાખ લોકો શામેલ થાય છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અરજીના માધ્યમથી લોકોના મનની વાતને સમજી લેવા માટે ચર્ચામાં રહે છે. કોઈ આને ચર્ચા કહે છે તો કોઈ કલા કહે છે.