મુંબઇ: ફેમસ સિંગર (Singer) અને રેપર બાદશાહની (Badshah) મુશ્કેલીઓ વધી શકે છે. મહારાષ્ટ્ર સાયબરે બાદશાહને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. પોલીસે જણાવ્યું કે બોલિવૂડના (Bollywood) 40 કલાકારોને (Celebrities) પણ બોલાવવામાં આવી શકે છે અને પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત પર (Sanjay Dutt) પણ આરોપો હોવાની સંભાવના છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો ફેરપ્લે નામની એપ સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ બાદશાહે આ એપને પ્રમોટ કરી હતી. આ કારણોસર તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આરોપ છે કે ફેરપ્લે નામની એપ કોઈપણ પ્રકારની સ્ટ્રીમિંગની પરવાનગી ન હોવા છતાં પણ આઈપીએલ બતાવી રહી હતી. આ મામલે વાયાકોમની ફરિયાદ પર મહારાષ્ટ્ર સાયબર વિભાગે ફેરપ્લે પર ડિજિટલ કોપીરાઈટરનો કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં બોલિવૂડના 40 કલાકારોને સમન્સ મોકલવામાં આવી શકે છે.