‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ કહયું છે કે ભારત વિશ્વની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડે છે. ચોક્કસ આ બાબતે આપણે ગર્વ લેવો જોઇએ કે દુનિયા પોતાની સમસ્યાઓનો ઉકેલ ભારત તરફ નજર નાંખીને શોધી શકે છે.
અન્ય દેશો જો પોતાની ઘરેલુ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં ભારતની રાજનીતિનો ઉપયોગ કરતા હોય તો તે આનંદની વાત હોઇ શકે છે. વડાપ્રધાનના કથન મુજબ દુનિયાના દેશોની તકલીફો કે મુશ્કેલીઓમાં ભારત પ્રેરણારૂપ બનતું હોય તો સામે છેડે ભારતને ઘર આંગણે જ અનેક જટિલ સમસ્યાઓ લબકારા મારી રહી છે, એનું શું?!!
ભારતમાન અસલામતી, બેરોજગારી, ગરીબ અને અમીર વચ્ચેની પહોળી બનતી જતી ખાઇ, સરકારી કર્મચારીઓનું ભ્રષ્ટાચારી માનસ, રાજકારણીઓનું માત્ર સત્તાલક્ષી રાજકારણ, વનિતાઓ ઉપરના અમાનુષિ અત્યાચારો, અબજો રૂપિયાના લોન કૌભાંડો, રાષ્ટ્ર પ્રેમની ઘટતી જતી લાગણી વગેરે વગેરે જેવી અગણિત સમસ્યાઓના સમાધાનોનું શું?? મૂછ ઉપર છાશ લગાવીને માખણ ખાધુ છે એવા ખોટા ડોળ અને દંભનો શું અર્થ???
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.