Gujarat

પાછલા દરવાજે દાનની રકમ પાછી લઈ લેવાનું ૨૦૦૦ કરોડનું કૌભાંડ: સુરત સાથે પણ કનેક્શન

GANDHINAGAR : બનાવટી રાજકિય પાર્ટી અને ચેરીટેબલ ટ્રસ્ટ (CHERITABLE TRUST) માં બ્લેક મની ( BLACK MONEY) નું દાન કરીને તે જ રકમ પાછલા દરવાજે પાછી મેળવી લેવાના ૨૦૦૦ કરોડના કૌભાંડનો આયકર વિભાગના ગુપ્તચર તંત્ર દ્વ્રારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ૨૦૦૦ કરોડ (2000 CAROR) ના કૌભાંડમાં દરોડાની કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આયકર વિભાગ દ્વારા સુરત, અમદાવાદ અને બિહાર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


રાજકિય પાર્ટીને આપવામાં આવતા દાનની વિગતો ગુપ્ત રાખવામાં આવે છે. જેમાં દાનની રકમ સીધી બેન્ક એકાઉન્ટમં જમા કરવામાં આવે છે. તેવી જ રીતે ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવતી રકમ પણ પાછળથી મૂળ દાન કરનાર વ્યક્તિ કે ઉદ્યોગકારને પાછી આપી દેવામાં આવતી હતી. જેના બદલામાં આ ૨૦૦૦ કરોડના કૌભાંડના સૂત્રાધાર દ્વારા ૨થી ૩ ટકાનું કમિશન લેવામાં આવતુ હતું.


અમદાવાદમાં ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે ખાનગી રાહે બાતમી મળવવામાં આવી હતી કે કે કેટલીક ચૂંટણી પંચ સમક્ષ નહીં નોંધાયેલી બોગસ રાજકિય પાર્ટી દ્વારા કરોડોનું દાન મેળવવામાં આવી રહ્યુ છે, જો કે આ રકમ પાછળથી જુદા જુદા કારણોસર તેમજ જુદા જુદા બેન્ક એકાઉન્ટ દ્વારા મૂળ દાન આપનાર વ્યક્તિ સુધી પહોંચી જતી હતી. આયકરના ગુપ્તચર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કરોડોનું દાન મેળવનાર રાજકિય વ્યક્તિ અમદાવાદમાં જ રહે છે. તેના કૌભાંડના તાર સુરતને બિહાર સાથે સંકળાયેલા છે.


સૂત્રધાર પોતે બ્લેક મની પરત આપવા સામે ૨થી ૩ ટકા કમિશન મેળવતો હતો
છેલ્લા કેટલાંક વર્ષથી અમદાવાદના સૂત્રધાર દ્વારા ઉદ્યોગકારોની બ્લેક મની (BLACK MONEY) પોતે જ બનાવેલી બોગસ રાજિકય પાર્ટીમાં દાન તરીકે ચેકથી બેન્ક એકાઉન્ટમાં જમા લેવામાં આવતી હતી. થોડા દિવસમાં આ રકમ ઉપાડીને તેને જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તે જ ઉદ્યોગકારને પાછા આપી દેવામાં આવતા હતા. જેની સામે સૂત્રધારને ૨થી ૩ ટકા કમિશન મળી જતું હતું. દરોડાની કાર્યવાહી દરમ્યાન મોટી માત્રામાં બેન્ક વ્યવહારના દસ્તાવેજો પણ મળી આવતા તે જપ્ત કરી લેવાયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top