Charchapatra

બચકે, રહેના બાબા! મો‘બાઈ’લ સે..

પરિવર્તન સંસારનો નિયમ ખરો, પણ પેઢી દર પેઢીના સંસ્કાર, સંગઠન અને કેળવણીની મેળવણી થકી ઘર, પરિવાર, સમાજ, રાજ્ય, દેશમાં આધુનિકતા ક્યારેક આકરી નિવડી શકે, તાજેતરમાં જ કંઈક કેટલાય બળાત્કારના કિસ્સાઓ અખબારે ઉજાગર થઈ ચૂકેલ છે. હવે જગતના સૌથી જૂના વેપારને (દેહસોદા) ને પણ નિચાજોણૂ કરનારાઓના હાથે ચઢેલા આધુનિક અને આવશ્યક સુવિધાઓને હાથવગી ઉપલબ્ધ કરાવી આપનાર એક અસાધારણ સામાન્ય અદ્રશ્ય માણસ (રાક્ષસ જ) નામે મોબાઇલની મધ્યે સમાયેલ ‘બાઈ’ શબ્દ એ જાણે અનાયાસ જગ્યા બનાવી આસનને બદલે જાણે સિંહાસન ઉપર બિરાજમાન થઈ રાજ કરે છે.

અત્ર તત્ર સર્વત્ર છવાઈ રહેલ, તમામ ક્ષેત્રો પર ઉપભોકતાના માનસ પર બિન્દાસ અધિકાર ધરાવતો જાણે રચનાત્મક શૈલીના રૂઆબ સાથે સાહસિક બની મનોઅધિકારો – વિકારો ઉત્પન્ન કરતુ / કરાવતુ જાણે..સમય ખાંઉ રાક્ષસની ભૂમિકાઓ ભજવનાર, હાથવગી ગમ્મત પિરસનાર નો જન્મ ગુજરાત રાજ્ય માં સીધીરીતે ધીરુ નામક સાહસિકે એકધારૂ ઝડપી ધંધાકીય પ્રયાણ કરી લીધુ , પ્રથમ તો સામાન્યરીતે ના સાધારણ, મધ્યમવર્ગીય પરિવાર અને ધંધારોજગાર વાળાને જરૂરિયાત ના નેજા તળે..કર લો..દુનિયા મુઠ્ઠીમેં, કહી સેરવતા..રહ્યા..એ..પછી ..અબ , તુમ સબ મેરી બાંહો મેં , જેવી ખોફનાક ધંધાદારી ચાલે ખૂબ’જ ચતુરાઈ પૂર્વક પહેલાં..સાદો મોબાઇલ ફોન, પછી ટચ સ્ક્રીન નો ટેસ્ટ કરાવી ને હવે , ચતુર ( સ્માર્ટ ) ફોન બની જઈ .. સારા જનમાનસને પણ આ,મોબાઇલ જાહેરમાં સજ્જન ને બદલે ખાનગીમાં દુર્જન બનાવતા વાર નથી લાગતી.

સિવાય કે મોબાઇલ ધારક જન્મજાત સંયુક્ત કુટુંબ માં ઉછરેલ હોય, અને સંયમ ના સંસ્કાર સાથે જીવન નિચોડ નો સારાંશ મેળવેલ હોય એઓ ક્યારેય.. મોબાઇલ ની માયાજાળ માં મજબૂર પારેવડા બનશે નહીં,છતાંય સ્વ. ડૉ.જયંત પાઠક કહી – લખી ગયા છે.. ભૈ માણસ છે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જેલમાં જગ્યા નથી
આનો લાભ જમીન ઝટ મળી જાય છે, અપરાધીઓ બેફામ બન્યા છે. આરટીઓના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે સગીર સંતાનોને ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે મળે. જેઓને અક્ષરજ્ઞાન નથી, અભણ અને નિરીક્ષત બેકારી અને બેરોજગારી પૈસા ખવડાવી લાયસન્સ મેળવી લે છે. રોજ બનતા અકસ્માતો માટે બેદરકાર ડ્રાઈવિંગ એવિટ ટેઈક એવિટ સ્પીડ રોંગ સાઈડ ડ્રાઈવિંગ બંધ હેડલાઈટ અને ટેઈલ લેમ્પિ. પંચર પડેલા વાહનો ત્યાં જ ઉભા હોય છે. વ્હીલ બદલનાર મિકનેક અને હેલ્પર પર સાઈડ પરથી પસાર થતા વાટનો ટક્કર મારી ભાગી જાય છે. નબીરાઓના સંતાનો બેફામ બન્યા છે. વાલીઓની છાતી ગજગજ ફુલાય છે.. કેટલાકના વાલીઓ ભાઈ, બહેન છત્ર છાયા ગુમાવે છે. અકસ્માતીઓનું સરકાર વળતર ચૂકવે છે. આ જ વળતર વાહન માલિક, ઈન્સ્યેરિન્સ કંપનીઓ પાસેથી જ વસુલ કરવું જોઈએ.
સુરત     – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top