Vadodara

બાબુલ પરીખના પુત્ર પાર્થના વધુ ત્રણ દિવસના રિમાન્ડ

વડોદરા : વાહન પાર્કિંગ કરવા જેવા સામાન્ય મુદ્દે ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યાાા ત્રણ આરોપીઓ પાર્થ પરીખ સાહિલ અજમેરી અને વિકાસ લુહાણાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. સાહિલ અજમેરી અને વિકાસ લુહાણાને કસ્ટડીમાં મોકલી અપાયા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખના 7 દિવસના વધુ રિમાન્ડની માંગણી પોલીસે કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.દિવાળીપુરા વિસ્તારની સુક્રુતિ સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર સચિન ઠક્કર અને તેમના ભાઇ પ્રિતેશ ઠક્કર પર વાહન પાર્કિંગ જેવા સામાન્ય બાબતમાં બહુચર્ચિત બાબુલ પરીખના પુત્ર પાર્થ પરીખ અને તેના સાગરીતો વિકાસ લોહાણ તથા વાસિક અજમેરીએ વજનદાર ડાંગના ફટકાર માર્યા હતા. જેમાં સચિન ઠક્કરનું મોત નિપજ્યું હતું. જ્યારે પ્રિતેશ ઠક્કરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જેમાં સચિનના પત્ની રીમા ઠક્કરના વકીલ પ્રવિણ ઠક્કરે જણાવ્યું હતું કે મુખ્ય સુત્રધાર પાર્થ પરીખ પોલીસને પણ ગુમરાહ કરી રહ્યો છે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અત્યંત કુરતાપૂર્વક હત્યા કરાઇ રહી હતી. તે જોઈને તથા કેટલાક મહત્વના પાસાઓની તપાસ બાકી હોવાથી સાત દિવસના વધુ રિમાન્ડ માગણી કરાઇ છે. કોર્ટે ત્રણ દિવસના પાર્થ પરીખના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હત્યા પહેલા ગુનાહિત પ્લાન લક્ષ્મીપુરા વિસ્તારમાં કરાયો હતો આમાં કોણ કોણ સંડાવાયેલું છે તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઇ રહી છે.

મહત્વની કડીરૂપ મોબાઇલો કોને આપ્યા ?
સચિન હત્યા કેસના માસ્ટર માઇન્ડ પાર્થ પરીખે તેના બે મોબાઇલ તથા અને અન્ય બે આરોપીઓ મોબાઇલ દાહોદ બાજુ ખાડામાં દાટી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પાર્થે લઇને બતાવેલી જગ્યા ઉપર તપાસ કરતા માહિતી ખોટી સાબિત થઈ હતી. તેણે મોબાઈલ બીજા માણસોને આપી દીધા છે પરંતુ આ મોબાઇલ કોને આપવામાં આવ્યા છે એ હજુ પકડાયા નથી.

હુમલાખોરોએ વાપરેલી 2 પૈકી 1 જ ડાંગ કબજે
મુખ્ય આરોપી પાર્થ પરીખને ત્રીજાવાર રિન્કસ્ટ્રકશન કરવા અન્ય પુરાવાની તપાસ માટે ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા માતા ઘરે તથા લક્ષ્મીપુરાના ઘરે લઇ જવામાં આવ્યો હતો. ઉપરાંત પાર્થની પત્નીને પણ નિવેદન લેવામાં આવ્યું છે. તેના બેન્ક ખાતાની પણ ડિટેઇલ કઢાવવાની કાર્યવાહી કરાઇ રહીછે. સ્થળ પર તપાસ માટે લઇ જતા એક ડાંગ કબજે કરાઇ હતી. પરંતુ હુમલા દરમિયાન વિકાસ લોહાણ અને સાહિલ અજમેરી પાસે એક એક ડાંગ હતી આમ બે ડાંગ જણાઇ રહી છે પરતુ પોલીસે હજુ એક ડાંગ મળી આવી છે.

સિક્યુરિટી તથા વીડિયો ઉતારનારની પૂરપરછ
સચિન અને પ્રિતેશ પર હુમલો કરવાનું કાવતરુ પૂર્વ યોજિત હોવાનું પોલીસે એફઆઇઆરમાં ઈપીકો કલમ 120-બીનો ઉમેરો કર્યો છે. ઉપરાંત ઘટના બની હતી તે રાત્રીના સમયે ટોપરાણી લેબના સિક્યુરિટીની પુછપરછ કરાઇ છે. હુમલાનો વીડિયો ઉતારનાર શખ્સને પણ પોલીસે શોધ્યો છે. ઉપરાંત જે વ્યકિતે વીડિયો ફોરવર્ડ કર્યો છે મોબાઇલ પણ કબજે કરાયો છે.

ન્યાયની માગ સાથે કેન્ડલ માર્ચ રેલી નીકળી
ભાજપના કાર્યકર સચિન ઠક્કરના માનમાં કેન્ડલ માર્ચ યોજાઇભાજપના સંનિષ્ઠ કાર્યકર સચિન ઠક્કરના માનમાં લોહાણા સમાજ બુધવારે મોન રેલી કેન્ડલ માર્ચ રેલી સ્વરૂપે સાંજે 7 વાગે ટ્રાઇડેન્ટ કોમ્પ્લેક્સથી નીકળી હતી. વધુમાં વધુ સમાજના લોકો મોન રેલી તથા કેન્ડલ માર્ચમાં જોડાઈ તેવું જણાવ્યું હતું અને ચોક્કસ જે રીતના આરોપીએ ઢોર માર મારવાથી સચિન ઠક્કરનું મોત થયું છે તો આરોપીઓને સજા થાય  ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહ મંત્રીને હર્ષ સંઘવી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.   બાબુલ પરીખ ગુનાહિત ભૂતકાળ ખરાબ છે અને તેનો છોકરો પાર્થ પરીખ અને સાથીઓને સજા થાય તેવી માગણી કરવામાં આવી છે. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર સહિતના લોકો હાજર રહ્યા હતા.

Most Popular

To Top