26 વર્ષનો બાબિલ ઈરફાન ખાન જે હમણાં તે ‘ધ તાઓ ઓફ ફિઝિક્સ’ વાંચી રહ્યો છે અને નેટફ્લિક્સની મજેદાર સિરીઝ પીકી બ્લાઇંડર્સ પણ જોવાનું શરૂ કર્યું છે. કરિયરમાં 3-4 ફિલ્મ અને વેબસીરીઝ કરી ઈરફાન ખાનના દીકરા તરીકેની પોતાની જૂની ઓળખમાંથી ‘લોગઆઉટ’ થઇ નવી ઓળખ બનવા મહેનત કરી રહ્યો છે. ફોનમાં ઇન્ફ્લ્યુએન્સ થતા યન્ગસ્ટર્સની લાઈફ પર બનેલી ફિલ્મ ‘લોગઆઉટ’ OTT પર રિલીઝ થઇ ચૂકી છે. સોલો હીરો તરીકે આ બાબિલની પહેલી ફિલ્મ ગણી શકો ત્યારે બાબિલ ફિલ્મ પાસે શું અપેક્ષા રાખે છે? જાણીયે
ઇન્સ્ટાગ્રામ પર તારા 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. નવી ફિલ્મ ‘લોગઆઉટ’માં તમારા કેરેક્ટરની જેમ, ડિજિટલ દુનિયામાં કેટલો રહે છે?
બિલકુલ નહીં. જ્યારે હું અને મારો નાનો ભાઈ (અયાન) મોટા થઇ રહ્યા હતા, ત્યારે મારા પ્રેન્ટ્સે અમને આસપાસમાં ટેકનોલોજીથી દૂર રાખવાનો સભાન ડિસિઝન લીધો હતો. મને મારો પહેલો સ્માર્ટ ફોન 21 વર્ષનો હતો ત્યારે મળ્યો હતો! હું લગભગ જંગલમાં મોટો થયો હતો (હસે છે). અત્યારે પણ, સોશિયલ મીડિયા પર મારો સ્ક્રીનટાઇમ લગભગ નહિવત્ છે
2022 માં ‘કાલા’ માં ડેબ્યૂ કર્યું હતું. ‘ફ્રાઈડે નાઈટ પ્લાન’ અને ‘રેલવે મેન’માં પણ દેખાયો. અત્યાર સુધીની પોતાના કરિયરને બાબિલ કઈ રીતે જોવે છે?
ઓનેસ્ટલી, મેં એટલું કામ કર્યું નથી કે હું મારા પોતાના કામનું જજ કરી શકું. આતો હજી શરૂઆત છે, સાચું કહું તો મને મારી પોતાની ફિલ્મો જોવાનો ખૂબ ડર લાગે છે. મને યાદ છે કે ‘લોગઆઉટ’ પૂરી કર્યા પછી, મેં અમિત સર (ડિરેક્ટર) ને મેસેજ મોકલ્યો કે હું ઘણું સારું કરી શક્યો હોત, સોરી. તેમણે મને ગુસ્સામાં જવાબ આપ્યો અને કહ્યું કે મારે એક વાર ફિલ્મ જોવી જોઈએ, પરંતુ હું જોઈ શક્યો નહીં. કદાચ આગલા પાંચ વર્ષમાં હું મારા કામ પર અભિપ્રાય આપીશ. હાલમાં હું દરેક ફિલ્મ સાથે શક્ય તેટલું પ્રમાણિક બનવાનો પ્રયાસ કરી રહ્યો છું.
ફિલ્મ કે લાઈફમાં કોઈ પણ ક્ન્ફ્યુઝન
સમયે તમે કોની સલાહ લો છો?
મારી મમ્મી, સુતાપા સિકદર અને મારી પાસે એક જ વ્યક્તિ છે જે હંમેશા જરૂર હોય ત્યા હોય છે મારા એક્ટિંગ કોચ – રચિત સિંહ. તે એક શાનદાર એક્ટર છે. તેમણે ધ્યાન કેવી રીતે કરવું અને મારા મનને સાંભળવું, એક્ટિંગ ક્રાફટ વિશે બધી વસ્તુ એમની પાસેથી જ શીખી રહ્યો છું.
એક ફિલ્મ અને વેબસીરીઝમાં કામ
કર્યા પછી હવે કેવી ફિલ્મો કરવી છે?
હાલમાં, મારી પાસે પ્રોજેક્ટ્સ પસંદ કરવાનું કે સેટ કરવાની લક્ઝરી નથી. એટલે જે ફિલ્મ મળે હું કરી રહ્યો છું. મારે ઓડિશન માટે જવું પડે છે. મેં હમણાં જ કિરણ રાવની ફિલ્મ માટે ઓડિશન આપ્યું. તે ખૂબ જ મજાનું રહ્યું.
ઇન્ડસ્ટ્રીમાં બાબિલના ખાસ દોસ્ત કોણ છે?
મને લાગે છે કે હું સારો ફ્રેન્ડ નથી. હું લોકોને બહુ જલ્દી જવાબ નથી આપતો. એટલે ઘણા લોકોની આશાઓ તોડી નાખું છું. પણ સ્કુલ ટાઈમમાં મારી પાસે ખરેખર સારા દોસ્ત હતા કારણ કે હું તેમને રૂબરૂ મળી શકતો હતો. આજકાલ હું લોકો સાથે કોન્ટેક્ટમાં નથી રહી શકતો. લોકોને ખરાબ લાગશે. એમ પણ ઇન્ડસ્ટ્રીમાં મિત્રો બહુ ઓછા હોય છે.
તો બોલીવુડમાં થતી સ્ટાર્સની ગ્લેમર્સ
પાર્ટીઓનો અનુભવ કેવો રહ્યો?
મારો અનુભવ એ છે કે બોલીવૂડની પાર્ટીઓમાં જવાથી તમને ફિલ્મો મળશે કે ફિલ્મ વધારે જોવાશે એવું કઈ નથી. હું ક્યારેય આ પાર્ટીઓને નેટવર્કિંગની રીતે જોતો નથી. હું પાર્ટીઓમાં એવા લોકોને મળવા જાઉં છું જેમનું હું ખરેખર સન્માન કરું છું. જેમ કે હું કરણ જોહરને મળવા માંગુ છું. હું તેમને પૂછવા માંગુ છું કે તેમણે આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કેવી રીતે બનાવ્યું. હું ફક્ત કરણ જોહરની વાર્તા જાણવા માંગુ છું. (શું બાબિલની આ વાત કરણ જોહર સાથે ફિલ્મ કરવા માટે હશે?)
ફોનને લઈ કોઈ ખાસ કિસ્સો?
લાઈફમાં તેનો શુ રોલ હોવો જોઈએ?
મેં એક વાર મારો ફોન આંદામાન સમુદ્રમાં ફેંકી દીધો. સાચે! કોઈએ જ્યારે હું દરિયામાં ‘સ્કુબા ડાઇવિંગ માટે જઈ રહ્યો હતો ત્યારે ફોન કર્યો, મેં પૂછ્યું શું કામ છે?’ તેણે કહ્યું, ‘તારે વેકેશનમાંથી પાછા આવવું પડશે, એક બ્રાન્ડ માટે કામ કરવાનું છે.’ મેં કહ્યું, ‘ઠીક છે બસ, હું આવુ છું, મને પાંચ મિનિટ આપો.’ અને પછી મેં મારો ફોન જ દરિયામાં ફેંકી દીધો. હું મજાક નથી કરી રહ્યો. આ એક સાચી ઘટના છે.” તેણે આગળ ઉમેર્યું કે આનો અર્થ એ જ કે હું મારી પોતાની શરતો પર જીવન જીવું છું અને કોઈ મને તે કરતા રોકી શકતું નથી. હું રડું છું, હું ગુસ્સો કરુ, નફરતનો જવાબ પણ આપું, હું શરમાળ પણ છું, પણ હું મારું જીવન જીવવામાં શરમાતો નથી,”
ઈરફાન સા’બની ફિલ્મોના કયા દ્રશ્યો
વારંવાર જુઓ છો?
મારા મગજમાં, TheNamesake ફિલ્મ નો સીન જ્યાં ફોન આવે છે જેમાં તબ્બુના પિતાનું અવસાન થયું હોવાની જાણ કરવામાં આવે છે. ત્યાં એક પણ શબ્દ બોલાતો નથી. તે ફક્ત સાંભળે છે. તે એક દ્રશ્ય તમને કોઈપણ એક્ટિંગ બુક કરતા વધારે શીખવી જાય છે. બાબાની મારી ફેવરિટ ફિલ્મ મદારી (2016) અને પાન સિંહ તોમર (2012) ઘણી વાર જોઉં છું, અને હાસિલનાં ડાયલોગ તો મોઢે કરીને રાખ્યા છે!. એ ફિલ્મમાં એક શાનદાર સીન છે જ્યાં તેમને ખુરશી સાથે બાંધવામાં આવ્યા છે. હું તેની એટલી બઘી વાર કોપી કરું છું ને…
ઈરફાન ખાનનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. શું તને લાગે છે કે ઇન્ડસ્ટ્રી તને તમારા પિતાના પડછાયાથી આગળ એક કલાકાર તરીકે જોઈ રહી છે?
(મને ઇન્ડસ્ટ્રી વિશે ખબર નથી પણ) પર્સનલી રીતે, હું મને તેમના પડછાયા તરીકે નથી જોતો. બાબા શિયાળાના તડકા જેવા છે. મારા પિતાનો વારસો ફક્ત અભિનય પૂરતો નથી. હું તેમની જગ્યા ભરવાનો પ્રયાસ નથી કરતો, પણ મારૂ જ બેસ્ટ વરઝ્ન બનવાનો પ્રયાસ કરું છું. હા હું તેમના જેવો દયાળુ બનવા માંગુ છું, એવું કામ કરવા માંગુ છું જે લોકોને મોટીવેટ કરે, તેમને એક ક્ષણ માટે જીવંત અનુભવ કરાવે. બસ. •
