Dakshin Gujarat

બાબેનમાં રોંગ સાઇડ આવી પીધ્ધડ કારચાલકે કાકા-ભત્રીજાને ઉડાવ્યા

બારડોલી: બારડોલીથી બાબેન જતા કાકા-ભત્રીજાની મોપેડને પુષ્કર પાર્ક પાસે રોંગ સાઈડ આવી રહેલી એક કારના ચાલકે નશાની હાલતમાં ઉડાવી દેતાં કાકા-ભત્રીજાને ગંભીર ઇજા પહોંચી હતી. બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  • બાબેનમાં રોંગ સાઇડ આવી પીધ્ધડ કારચાલકે કાકા-ભત્રીજાને ઉડાવ્યા
  • બાબેનના કાકા-ભત્રીજા બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા, અકસ્માત બાદ કાર ડિવાઇડર પર ચઢી ગઈ

બારડોલીના બાબેનના માહ્યાવંશી મહોલ્લામાં રહેતો ચિરાગ પ્રવીણ પરમાર (ઉં.વ.23) છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે તેના કાકા મહેન્દ્ર મગન પરમારને બજારમાં કામ હોવાથી તે તેના કાકા સાથે મોપેડ નં.(જીજે 19 બીકે 5257) પર બારડોલી ગયો હતો. કામ પૂર્ણ કરી તેઓ સાંજે સાત વાગ્યાની આસપાસ પરત ઘરે ફરી રહ્યા હતા. એ સમયે બાબેનની પુષ્કર પાર્ક સોસાયટી પાસે રોંગ સાઈડ પર પૂરઝડપે આવી રહેલી એક કાર નં.(જીજે 19 બીજે 3259)ના ચાલકે તેમની મોપેડને ટક્કર મારી દીધી હતી અને કાર સીધી ડિવાઇડર પર ચઢી ગઈ હતી.

આ અકસ્માતમાં મોપેડચાલક ચિરાગ અને પાછળ બેસેલા તેના કાકા મહેન્દ્રભાઈને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં તપાસ કરતાં અંદરથી દારૂની બોટલ મળી આવી હતી અને પ્રેસનું પાટિયું પણ લગાવ્યું હતું. કારચાલક શ્રવણ ખીમજી પટેલ (રહે., 203, દેવનારાયણ કોમ્પ્લેક્સ, ધામડોદ રોડ, બારડોલી) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top