Charchapatra

બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર

ભીમરાવ રામજી આંબેડકર આપણા દેશમાં લોકર્હદયમાં વસ્યા છે બાબાસાહેબ આંબેડકરના નામે. તેમનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતે થયો હતો.બાબાસાહેબ ભારતીય અર્થશાશ્ત્રી,વકીલ,રાજકીય નેતા અને સમાજ સુધારક હતા.તેમણે દલિત બુધ્ધિસ્ટ ચળવળને વેગ આપ્યો અને દલિતો પ્રત્યેની સામાજીક અસમાનતાને દૂર કરવા ઝુંબેશ રૂપે સમાજના તમામ સ્તરે વ્યાપક અને ધગશથી કામ કર્યું હતું.તેઓ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સીલમાં શ્રમમંત્રી બન્યા હતા. 400 સભ્યોની બંધારણસભાના તેઓ મુખ્ય સભ્ય હતા.કાયદા શાશ્ત્રી હોવાને નાતે તેઓને ભારતીય બંધારણના ઘડવૈયા કહી શકાય.

આઝાદ ભારતના પહેલા કાયદા અને ન્યાય ખાતાના મંત્રી હતા. બાળપણમાં અને શાળાજીવન દરમ્યાન અસ્પૃશ્યતાને કારણે થયેલા કડવા અનુભવોને કારણે બાબાસાહેબ સામાજીક ન્યાય, સમાનતા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓએ મુંબઈ યુનિવર્સિટી,કોલંબિયા યુનીવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો હતો.જીવનની સંધ્યાએ તેમણે પાંચ લાખ અનુયાયીઓ સાથે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌધ્ધ ધર્મ અપનાવ્યો હતો. તા.૬/૧૨/૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું હતું.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top