National

બાબા રામદેવ વિરુદ્ધ કોરોનાની દવાઓનાં દુષ્પ્રચાર મામલે કેસ નોંધાયો, રાયપુર પોલીસ નોટિસ મોકલશે

રાયપુર : યોગ ગુરુ બાબા રામદેવ (baba ramdev)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોરોના (corona)ની સારવાર (treatment)માં ઉપયોગમાં લેવામાં આવતી દવા (medicine)ઓ પર સવાલો ઉઠાવવા બાબતે બાબા રામદેવ સામે રાયપુર (raypur)ના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ (police case) નોંધવામાં આવ્યો છે. 

બાબા સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાયપુર પોલીસ જલ્દીથી તેમને નોટિસ મોકલી શકે છે ફરિયાદી ડો.રાકેશ ગુપ્તાએ બાબા સામે કથિત પ્રચારનો કેસ નોંધ્યો છે. રાયપુરની સિવિલ લાઇન પોલીસે બાબા રામદેવ વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51,52, 54 હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં કલમ 186, 188, 269, 270, 504, 505 (1) નો સમાવેશ થાય છે. પોલીસે ભારતીય મેડિકલ એસોસિએશનની ફરિયાદની તપાસ કર્યા બાદ રામકૃષ્ણ યાદવ ઉર્ફે બાબા રામદેવ સામે આ ગુનો નોંધ્યો છે.

ફરિયાદી ડો. રાકેશ ગુપ્તા અને આઈએમએના અન્ય અધિકારીઓએ 26 મેના રોજ આરોપ લગાવ્યો હતો કે રામદેવ તબીબી સમુદાયો અને દવાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, તે કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન, સેન્ટ્રલ એપીડેમિક એક્ટનું ઉલ્લંઘન કરીને, એલોપેથી સામે ખોટી માહિતી ફેલાવતાં અને સામાન્ય લોકોમાં પણ ખોટી માહિતી ફેલાવતા હતા. માટે જ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકોના જીવનને જોખમમાં મૂકવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી બાબા રામદેવની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અન્ય અધિકારીઓની ગુપ્તા અને એસોસિએશન પોલીસની ફરિયાદોની તપાસ કર્યા પછી રામદેવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ મુજબ મુખ્ય મુદ્દાઓ પૈકી કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન, દવાઓ વિશેની ખોટી માહિતી ફેલાવવા સાથે, તેમણે સેન્ટ્રલ રોગચાળાના કાયદાનું ઉલ્લંઘન કરવા, દુરૂપયોગની ભાવનાથી ખોટી માહિતી ફેલાવવાનું, સામાન્ય લોકો અને આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકોના જીવનને જોખમમાં મૂકવાનું કૃત્ય કર્યું છે.

નોંધનીય છે કે આઈએમએ સાથે બાબાના વિવાદનું હજુ સુધી સમાધાન નથી થયુ. તેમની સામે થોડા દિવસો પહેલા અપાયેલા નિવેદનમાં દિલ્હી અને પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ સાથે જ રાયપુર પોલીસે 26 મેની ફરિયાદના આધારે બુધવારે રાત્રે બાબા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Most Popular

To Top