ફતેપુરા: ફતેપુરામાં બી.એસ.એન.એલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવા ન મળવાથી દરેક ઓફિસોનું કામકાજ ઠપ થઇ ગયો.પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બી.એસ.એન.એલ નેટવર્કના નામે કોઇ સુવિધા નથી. રજૂઆત કરવાથી બે દિવસ નેટવર્ક આવે છે અને ફરી બંધ થઈ જાય છે. તે પણ બરાબર કનેક્ટિવિટી આવતી નથી બી.એસ.એન.એલના કર્મચારીઓ જવાબો પણ ઉડાવ આપે છે બીજી કંપનીના નેટવર્ક કાયમ માટે ચાલે છે તો આમાં કેમ નહીં તેના પાછળનું રહસ્ય શુ હોઈ શકે? કોઈ બીજી કંપની જોડે સાટ ગાંઠ હોય તેવું જણાઈ રહ્યું છે બી.એસ.એન.એલ કંપની ખોટી જાહેરાતો કેમ કરતી હોય છે ખોટાં બણગાં મારવા કરતાં નેટવર્ક માં સુધારો થાય તે જરૂરી છે આના પાછળ મરો કોનો થાય છે એક ગરીબ માણસ નો જ સવારથી માંડી ઓફિસોની કામકાજ માટે આવે છે અને ધરમના ધક્કા ખાઇ પાછા વિલા મોઢે કામકાજ ના થતા ઘરે જાય છે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ કરી એક્સન લઈ સારી કામગીરી કરવા માટે લોક ભલામણ છે.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં બી.એસ.એન.એલ નેટવર્કનાં ધાંધિયા
By
Posted on