Charchapatra

અયોધ્યા રામ મંદિર : નેપાળથી આયાત શાલિગ્રામ પથ્થરો

2024 માં લોકસભાની ચૂંટણી સંભવતઃ રહેલ છે. એ પહેલાં મોદી રાજકીય યશ ખાટવા અને ધાર્મિક લાગણી જીતવા અયોધ્યા ખાતેના રામમંદિરનું નિર્માણ પૂર્ણ કરાવી ભક્તોનાં દર્શન માટે ખુલ્લું મૂકી દેશે.અલબત નેપાળમાં આવેલ દામોદર કુંડ, કાલી ગંડકી નદીના તટથી   2 મોટા શાલીગ્રામ પથ્થરો ભારતમાં લાવવામાં આવ્યા છે. એવી અપેક્ષા છે કે આ 2 શાલીગ્રામનો ઉપયોગ અયોધ્યા મંદિરમાં ભગવાન રામ અને જાનકીની મૂર્તિઓના નિર્માણ માટે કરવામાં આવશે. હિંદુ માન્યતાઓ પ્રમાણે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું સાક્ષાત્ સ્વરૂપ માનવામાં આવે છે, તો ચાલો, જાણીએ શું છે શાલીગ્રામની પૌરાણિક કથા અને માન્યતાઓ અને શાલીગ્રામને ઘરમાં રાખીને નિયમિત પૂજા કરવાથી શું લાભ થઇ શકે છે. શાલીગ્રામ કાળા રંગનો અંડાકાર પથ્થર હોય છે, જે ભગવાન વિષ્ણુનું જ એક રૂપ માનવામાં આવે છે. શાલીગ્રામ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય હોય છે, જેથી જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શાલીગ્રામની પૂજા કરવા માટે તમારે શાલીગ્રામને તુલસીના કુંડામાં મૂકવાનું રહેશે. માનવામાં આવે છે કે જે ઘરમાં શાલીગ્રામની નિયમિત પૂજા થાય છે, તે ઘરમાં વાસ્તુદોષનો સંપૂર્ણ રીતે અંત થઇ જાય છે. તે ઉપરાંત જે વ્યક્તિ નિયમિત શાલીગ્રામનું જળ અભિષેક કરે છે તે ઘરે બેઠા બેઠા પૃથ્વીની પરિક્રમાના ફળનો હકદાર
થાય છે.
સુરત     – સુનીલ બર્મન    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કાશ્મીરમાં G-20નું આયોજન જરૂરી હતું!
આ વખતે દુનિયા કાશ્મીરમાં બેસીને વાત કરી રહી છે જી-20ની મહત્વની બેઠક શ્રીનગરમાં યોજાઈ જેની પાછળ વિશ્વને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કશ્મીરમાં 370ની કલમ રદ થઈ પછી ત્યાં સંપૂર્ણ શાંતિનું વાતાવરણ છે! વિશ્વના દેશોનાં ટુરીષ્ટો માટે પણ પરોક્ષ સંદેશો મોકલ્યો છે કે કાશ્મીરમાં કુદરતી સૌંદર્ય જોવા માટે હવે કાશ્મીર સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભયમુક્ત વાતાવરણનું સર્જન થયુ છે જેનું પ્રત્યક્ષ ઉદાહરણ જી-20નું આયોજન છે. મહત્ત્વની બાબત એ છે કે કાશ્મીર અંગે નકારાત્મક ટીકા-ટીપ્પણી કરતા પડોશી દેશને પણ જમીની હકીકતથી રૂબરૂ કરાવવુ ખુબ જ જરૂરી હતુ!
સુરત     – રાજુ રાવલ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top