નવી દિલ્હી : રામજન્મભૂમિ અયોધ્યામાં (Ayodhya) તૈયાર થઈ રહેલા રામ મંદિર(Ram temple)ની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. જાણકારી મળી આવી છે કે વર્ષ 2023ના અંત સુધીમાં રામમંદિર તૈયાર થઈ જશે તેમજ સમગ્ર ભારતવાસીઓ ભગવાન રામ તેમજ માતા સીતાના આર્શીવાદ લેવા માટે અયોધ્યા જઈ શકશે. જણાવી દઈએ કે રામમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામ તેમજ માતા સીતાની મૂર્તિ(idol) બનાવવા માટે નેપાળથી પથ્થર (stone) મંગાવવામાં આવી રહ્યાં છે.
આ પથ્થરની વાત કરીએ તો આ પથ્થરને ખૂબ જ ખાસ તેમજ પવિત્ર માનવામાં આવે છે. કારણકે આ પથ્થરને શાલીગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ શાલીગ્રામની વિધિવત રીતે પૂજા કરવાથી લક્ષ્મી આવે છે તેવી પણ માનયતા છે. શાલિગ્રામ(Shaligram)ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિંદુઓનો તહેવાર તુલસી વિવાહના દિવસે તુલસીજીના વિવાહ શાલીગ્રામ સાથે જ વિધિવત રીતે કરાવવવામાં આવે છે.
વાત કરીએ નેપાળથી મંગાવવામાં આવેલા પથ્થરોની તો આ પથ્થરો નેપાળની ગંડકી નદીમાંથી મળી આવે છે. રામમંદિરમાં ભગવાન રામ તેમજ માતા સીતાની સ્થાપના કરવા માટે મૂર્તિ બનાવવા માટે 127 ક્વિન્ટલ પથ્થરો લાવવામાં આવ્યા છે. આ પથ્થરો 5-6 ફૂટ લાંબા અને લગભગ 4 ફૂટ પહોળા છે. તેમનું વજન લગભગ 18 અને 12 ટન છે. વાત કરીએ 6 લાખ વર્ષ જૂના શાલિગ્રામ પથ્થરની તો આ પથ્થરને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પૂજવામાં આવે છે. આ પથ્થરોને શોધીને દેશભરમાં મૂર્તિઓ બનાવવામાં આવે છે.
કલયુગમાં શાલીગ્રામ શીલા યાત્રા સાથે દ્વાપર-ત્રેતાનો સંબંધ ગાઢ બની રહ્યો છે. જાણકારી મુબજ જનકપુરના મેયર મનોજ કુમાર શાહે નેપાળ અને ભારત સરકાર જનકપુર અને અયોધ્યા વચ્ચે રેલ સેવા પણ શરૂ કરવા માટેની માગ કરી છે. જેનાથી મુસાફરી સરળ બને અને પ્રવાસનને પ્રોત્સાહન મળે. તેમજ તેઓ રામલલા તેમજ માતા સીતાના દર્શનનો લાભ મેળવી શકે.
શાલિગ્રામ પથ્થરને હિંદુ શાસ્ત્રોમાં વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. હિન્દુઓ શાલિગ્રામ દેવની પૂજા કરે છે. આ પથ્થર ઉત્તર નેપાળની ગંડકી નદીમાં જોવા મળે છે. હિમાલયમાંથી આવતાં પાણીનો આ ઘસમસતો પ્રવાહ ખડકો સાથે અથડાય છે જેના કારણે મોટા પથ્થરોનો નાના-નાના ટુકડામાં વિભાજીત થાય છે. આ પથ્થરોના નાના નાના ટુકડાની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે. બીજી તરફ જો વિજ્ઞાન અનુસાર સમજીએ તો આ પથ્થર એક પ્રકારનો અશ્મિ છે, જે 33 પ્રકારના હોય છે.