આયશાને અમદાવાદના સાબરમતીને કાંઠે સમાનારી વિડંબના સહન કરનારી દીકરી આયશાથી કદાચ માતૃભાવનાથી નદી પણ રડી હશે.લાગણીનો કોઈ ધર્મ ન હોય પણ બધા જ પિતાએ જાણે દીકરી ખોઈ દીધી હોય એવી કટુતા વચ્ચેનો ભીનો પ્રસંગ છે.
આજે પણ સાંપ્રત સમયમાં જીવન એ સંઘર્ષનો પર્યાય હોય ત્યારે પડકારનો સામનો કરવો પડે.સમુદ્રમાં તોફાન જોયા બાદ ક્યારેય માછીમારો દરિયો ખેડવાનું છોડતા નથી.દરિયામાં તોફાન અને કાળનો સમય વિસર્જન થઈ જાય છે એમ જિંદગીમાં આખરી મુકામ તરફ જતા કયાંક કાંટા આવે ત્યારે ખેંચીને બાજુ પર મૂકી દેવાના હોય.ભલે સાસરિયાની ભૂલ થઈ હશે, પણ તેને સુધારવાનો અવકાશ હતો જ.
દહેજ એ કોઈ પણ બાપની લાચારી હોય છે.તેનો દુરુપયોગ કરનારાને ઉપરવાળો કદી માફ કરતો નથી.દીકરી જયારે પિતા માટે મનોમન કહેતી પપ્પા હું તમારી આંગળી કદી નહીં મૂકું. જયારે નદીમાં પપ્પાનો હાથ છોડીને છેલ્લી છલાંગ મારતી વેળા બધાને રડાવીને ખૂબ પીડા આપી.
દીકરી આયશાનો વીડૂયો આખા જગતની આંખો તરબતર અને નતમસ્તક કરી ગયો.આજે આંસુનો દરિયો વલોવતાં પિતા માટે ખુશીનાં પગલાં શોધવા કયાં? એટલે જ આ ઘટના માટે મુન્નવર રાણાની પંક્તિ યાદ કરીએ
“ऐसा लगता है कि जैसे ख़त्म मेला हो गया
उड़ गईं आँगन से चिड़ियाँ घर अकेला हो गया”
અંકલેશ્વર -વીરેન્દ્રસિંહ અટોદરિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.