Business

અલુણામાં અજબ સુરતીઓની ગજબ ક્રિએટીવીટી

મોન્સુન શરૂ થતાની સાથે જ અલુણા અને જયા પાર્વતીના વ્રતની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતી ગર્લ્સ અવનવી ક્રિએટીવીટી કરી રહી છે. વ્રતના દિવસોમાં યુવતીઓ શોળે શણગાર કરીને ખીલી ઉઠે છે. પહેરવેશથી માંડીને દરેક વસ્તુઓમાં અવનવી ફેશન જોવા મળે છે. આ વર્ષે સુરતી ગર્લ્સે ફેશનમાં પણ ક્રિએટીવીટી ઉમેરીને કેટલીક હટકે વસ્તુઓ ટ્રાય કરી છે, જેને જોઈને તમે અચંબામાં પડી જશો. તો જાણો આ વર્ષે અલુણા અને જયાપાર્વતીમાં કઈ ફેશન અને ક્રિએટીવીટી ટ્રેન્ડમાં રહેશે

વ્રતમાં છવાયો બ્લાઉઝ વીથ મેંહદીનો ટ્રેન્ડ

વ્રતની સિઝન સાથે હાલ લગ્ન સિઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે હાથની જગ્યાએ બ્લાઉઝ પર મેંહદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવતીઓ હવે બ્લાઉઝમાં બેક અને સ્લીવમાં પેટર્નની જગ્યાએ મેંહદી પડાવી રહી છે. ખાસ કરીને લગ્નમાં બેકલેસ બ્લાઉઝમાં આ પ્રકારની મેંહદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મેંહદી એક્સપર્ટી ક્રીનલ શર્માએ જણાવ્યું હતું કે દુલ્હનો હવે આ પ્રકારની મેંહદીની ડિમાન્ડ કરી રહી છે. બ્લાઉઝમાં હવે નેટ અને હેન્ડવર્કની જગ્યાએ મેંહદીની ડિઝાઈન જોવા મળશે. વ્રતમાં પણ યુવતીઓ મેંહદીમાં અવનવુ ટ્રાય કરીને પોતાની ક્રિએટીવીટી દર્શાવી રહી છે.

વાતાવરણને શુધ્ધ બનાવવાની યોજના વિચારી છે

સામાન્ય રીતે અલુણા અને જયા પાર્વતી વ્રતમાં છોકરીઓ જ્વારા વાવે છે અને શિવજીની પૂજા કરે છે. પરંતુ આ વર્ષે હવે લોકો શુધ્ધ વાતાવરણનું મહત્ત્વ સમજાતા હેપ્પી યંગસ્ટર્સ ગ્રુપની યુવતીઓએ જ્વારાની જગ્યાએ બીજા વિવિધ પ્લાન્ટ્સ વાવવાની યોજના બનાવી છે. 5 દિવસ દરમ્યાન તેઓ સોસાયટીની બહાર સ્નેક પ્લાન્ટ, જેમિક પ્લાન્ટ વગેરે જેવા પ્લાન્ટ વાવીને વાતાવરણને શુધ્ધ બનાવવા તરફ કોન્ટ્રીબ્યુટ કરશે.

108 બિલિપત્રના પાન પર શિવની થીમ પર પેઈન્ટીંગ

જયાપાર્વતીના વ્રતમાં શિવજીની પૂજા કરવામાં આવે છે. સુરતની દિવ્યા જોગાણીએ આ વર્ષે જયા પાર્વતીની પૂજા માટે શિવજીની થીમ પર બ્લુ અને ગોલ્ડન કલરમાં 108 બિલિપત્રના પાન પર પેઈન્ટીંગ કરવાનું નક્કી કર્યું છે. તેણે પાન પર શિવલીંગ અને શિવજીની આંખ તેમજ ત્રિશુલની ડિઝાઈન પણ પેઈન્ટ કરી છે. તેણે જણાવ્યું હતું કે વ્રતમાં ભૂખ લાગે ત્યારે માઈન્ડને ડાયવર્ટ કરવા માટે તેણે આ પ્રકારની ક્રિએટીવીટી કરવાનું નક્કી કર્યું છે.

Most Popular

To Top