સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટની સગવડ સાથે ફોન, કમ્પ્યુટર હેક થવાના અને એ દ્વારા અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ/ સ્કેમ થવાની ઘટનાઓ વધી રહી છે. નાણાં પડાવવા, સેક્સ રેકેટમાં ફસાવવાના અને ડિજિટલ અરેસ્ટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ માટે જુદા જુદા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અંગત-પારિવારિક માહિતી મૂકવી, નાણાકીય કે અન્ય લાભ મેળવવાની લાલચ, ડર,હલકી માનસિકતા, ફોન-લેપ્ટોપના સલામત ઉપયોગ બાબતે અજ્ઞાનતા જેવા કારણો જવાબદાર છે.
સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગના સાયબર સેલ દ્વારા લોકજાગૃતિ તથા ભોગ બનનારને બચાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સુરત પોલીસના સાયબર સેલ દ્વારા પણ આવા સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. હેકર્સ/સ્કેમર દ્વારા વપરાતી મોડેસ ઓપરેન્ડીથી માંડીને અલગ અલગ પ્રકારના સ્કેમ સંદર્ભે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન અપાય છે, જે સરાહનીય છે. સાયબર અવેરનેસ માટે સમગ્ર સુરત જિલ્લામાં લાયન યોગેશ દેસાઈ આવા સેમિનારોનું સુંદર સંકલન કરી રહ્યા છે. શાળા, કોલેજો અને સામાજિક સંસ્થાઓ આ માટે પ્રયત્ન કરી લોકોને સાયબર ફ્રોડથી બચાવવા સેમિનારોનું આયોજન કરે એ અત્યંત જરૂરી છે.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.