World

PM મોદી રશિયાનાં સર્વોચ્ચ પુરસ્કારથી સમ્માનિત, મોદીએ યુક્રેન યુદ્ધ પર પુતિન સાથે કરી વાત

મોસ્કોઃ (Moscow) વડાપ્રધાન મોદી (PM Modi) રશિયાના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો હતો. દરમિયાન વડાપ્રધાન મોદીને રશિયાના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ’થી નવાજવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે રશિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થવા બદલ હું મારા મિત્ર પુતિનનો આભાર માનું છું. આ ભારત અને રશિયા વચ્ચેની સદીઓ જૂની ગાઢ મિત્રતાનું સમ્માન છે. આ અમારી પરસ્પર ભાગીદારી માટે સન્માનની વાત છે.

આ દરમિયાન મોદી અને પુતિનની મુલાકાતમાં પુતિને કહ્યું, ‘તમે યુક્રેન સંકટનો જે ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના માટે અમે તમારા આભારી છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક મિત્ર તરીકે મેં હંમેશા કહ્યું છે કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનમાંથી નીકળતો નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી. આ પહેલા મોદીએ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તે રશિયાના એટમ પેવેલિયન પહોંચ્યા હતા. તેમને રશિયન ન્યુક્લિયર ટેકનોલોજીનું હબ કહેવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણામાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત રશિયામાં થયેલા આતંકવાદી હુમલાનું દર્દ અનુભવી શકે છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ કહ્યું કે રશિયાની મદદથી ભારતને સસ્તું તેલ મળી રહ્યું છે. “મહામહિમ અને મારા મિત્ર, આ ઉષ્માભર્યા સ્વાગત અને સન્માન માટે હું તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતમાં ચૂંટણીમાં અમારી અભૂતપૂર્વ જીત પછી આપે આપેલી શુભકામનાઓ માટે પણ હું તમારો આભાર વ્યક્ત કરું છું. માર્ચમાં, તમે પણ આ સન્માન મેળવ્યું હતું. શાનદાર પ્રદર્શન ફરી એકવાર હું તમને ચૂંટણીમાં જીત માટે શુભેચ્છા પાઠવું છું.

બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મોદી-પુતિન બેઠક પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોદીની રશિયા મુલાકાતને યુક્રેનમાં શાંતિ પ્રયાસો માટે મોટો ફટકો ગણાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યું, ‘દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી લોહિયાળ નેતાને ગળે લગાવે તે નિરાશાજનક છે.’

‘ભારત શાંતિના પક્ષમાં છે’
બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, “ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે દરેક રીતે સહયોગ કરવા તૈયાર છે. હું તમને અને વિશ્વ સમુદાયને ખાતરી આપું છું કે ભારત શાંતિના પક્ષમાં છે. કાલે મારા મિત્ર પુતિનને શાંતિ વિશે વાત કરતા સાંભળીને મને આશા મળી છે. હું મારા મીડિયા મિત્રોને કહેવા માંગુ છું – તે શક્ય છે.

Most Popular

To Top