ઘર છોડતા માણસને ખબર જ નથી, રસ્તે બજારમાં શું થવાનું છે? સહીસલામત ઘરે પહોંચે ત્યારે જ હાશ થાય. સવારના પ્હોરમાં વર્તમાનપત્ર હાથમાં લેતાં જ કેટલીય કોલમો, મારફાડ, અકસ્માત, નિર્દોષતાએ વાંકે જતા જાત પ્રાણ કિમતી જીવન. ટક્કર મોટો શબ્દ બની ગયો. હોન્ડાની ટક્કર, બસની ટક્કર, રીક્ષાની ટક્કર, ડમ્પરની ટક્કર, છક્કડ ખાઇ જાય રાહદારી. પાવડે પાવડે જલદી નાણાં અસોડવાની લ્હાયમાં રેલવેના પાટા પર પેડ લોક કાઢવા, ફેસપ્લેસ અને ચાવીઓ ખોલીઆ ટ્રેક અંતરાય. સદ્ભાગ્ય હોય મુસાફરોનું તો બચી જાય. મુસાફરી કરતી વેળા સલામતી કયાં? સલામતી નેવે મૂકી છેલ્લોછલ્લ ભરેલી ભૂલકાંઓની રીક્ષા, જુઠ્ઠા, બોગસ મુન્નાભાઇ, ડેન્ટીસો, દૂધ, અનાજ, મસાલા, ચોખ્ખા શોધવા નીકળે. પરંતુ ગ્રાહકના હાથ ખરડાયલા જ રહ્યા.
બેફામ શાકભાજીના ભાવો, ઘરે તો, ઓછું જ આવે! યુવાનોના જીવલેણ ભયંકર સ્ટંટ જાહેર માર્ગ પર કોઇ કાબૂમાં લેનાર નથી? બનાવટી જકાતનાકા, બળજબરી પ્રેમ, બનાવટી ઓફિસરો, કયાં જશે સુરત, નશાબંધી પણ એટલી જ જવાબદાર. નૂરાડોસાની કેરોસીન દુકાન લીમડાચોકમાં હજી કાને પડઘાય છે. વર્ષોથી ચારે બાજુથી પરદેશીઓનો પરપ્રાંતીઓનો ધસારો સુધ્ધાં કારણરૂપ. સુરતની ગત સદીની સંસ્કૃતિ જ સાવ જુદી હતી. એ ધાર્મિક દોડધામ, સ્વાદરસિયા, ચોક્કસ દુકાનો પર મળતું ફરસાણ, નિયમિતતા, બહારગામના સ્ટેશન પરથી ઇશ્વર તુલસીની છાબડી બંધાવ્યા વિના સુરત છોડે નહિ. ચાલુ સદીમાં બદલાઇ ગયું સુરત જે આવું ન’તું.
સુરત – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે