Charchapatra

આત્મહત્યાથી બચો, જીવનમાંથી ઉપાય મળશે જ!

છેલ્લા એકાદ દાયકાથી આપણા ગુજરાત રાજય સહિત સમગ્ર દેશમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે! 12 વર્ષના બાળકથી લઇને 72 વર્ષના વૃધ્ધોએ આત્મહત્યા કરી જીવનનો કરૂણ અંત લાવ્યા છે! કયારેક તો પરિવારના પાંચ સાત સભ્યો સામૂહિક આત્મહત્યા કરે છે! પોતાના માસૂમ સંતાનોની હત્યા કરી માતા પિતા પોતે આત્મહત્યા કરી લેતા હોય છે. આવા કરૂણ બનાવોના સમાચાર સંવેદનશીલ માણસોને હચમચાવી મૂકે છે. કૌટુંબિક, સામાજિક, આર્થિક કે શૈક્ષણિક નિષ્ફળતાઓને કારણે આત્મહત્યા કરતા લોકો જો થોડી ધીરજ રાખે અને દુ:ખનું ઓસડ દહાડા એ ઉકિત અનુસાર નકારાત્મક વિચારો અને વાતાવરણથી થોડા દિવસો માટે પણ મુકત રહેવા પ્રયત્ન કરે તો આત્મહત્યા ચોક્કસ નિવાસી શકાય.

એક માન્યતા અનુસાર 84 લાખ અવતાર ધારણ કર્યા બાદ મૂલ્યવાન માનવ અવતાર પ્રાપ્ત થાય છે. ઇશ્વરની આ અણમોલ ભેટનો અકાળે અંત લાવવો એ તો કુટુંબ, સમાજ અને પૂરા રાષ્ટ્ર પ્રત્યેનો વિશ્વાસઘાત છે. અક્ષમ્ય અપરાધ છે. આપણું જીવન એ માત્ર આપણા પોતાના માટે જ નથી હોતું. આપણા માતા પિતા તથા પરિવાર સહિત મિત્રો, સગા સંબંધીઓ કે સમાજની આપણા પ્રતિ અનેક અપેક્ષાઓ હોય છે એ ભૂલાવું ન જોઇએ. વિશ્વમાં એવી કોઇ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય? જરૂર છે માત્ર આપણો આત્મવિશ્વાસ ટકાવી રાખવાની.આવી પડેલ કોઇપણ સમસ્યાનો આપણે હિંમતપૂર્વક સામનો કરીએ અને કુદરતે આપેલ અતિમૂલ્યવાન માનવજીવનને સાચા અર્થમાં સાર્થક કરીએ.
સુરત     – પ્રફુલ્લ એમ. રાઠોડ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઝબકાર….
નિષ્ઠાપૂર્વક કામ કરનારની પાછળ નામ આપમેળે દોતું આવે છે. કોઇની શેહ-શરમ રાખ્યા વિના તંત્રીલેખમાં વિચારો સ્પષ્ટ, હકીકત ઉજાગર કરતાં વર્ષોથી ‘ગુજરાતમિત્ર’માં વાચવા મળે છે. ‘દવાઓમાં મિલાવટ કરનારાઓને સખ્ત સમ કરવાની જોગવાઇ વાળા કાયદાઓની જરૂર છે. ‘23 જૂન તંત્રીલેખ, પશ્ચિમ આફ્રિકાના એક દેશમાં કફન ઉપચાર કરતા જે સિરપ આપી હતી તે ભારતથી મંગાવેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ ખાત્રી ભરી દેવા પકડી. આ એક ગંભીર ઘટના, ઘટી. દર્દી દૂધ શકિત માટે, સારા થવા માટે, બાળકને પોષણ માટે અપાય એ પણ બાકાત નથી.

રશોડે વપરાતાં મસાલા શુધ્ધા ભેળસેળવાળા શોધવું પડે શુધ્ધ શું છે ? જે હવે દોહયલું અનુરોધ તંત્રીલેખના અંતમાં દવામાં મિલાવટ કરનારને સખત સજાની જોગવાઇ કરતાં કાયદાઓ ઘડવાની જરૂર છે. આવકાર્ય તંત્રીલેખનો પ્રભાવ અદ્દભૂત, નમુનાઓ લેવાય, તેમાં ખામી વર્તાય પછી થતો દંડ નહિવત. કેટલાક કિસ્સાઓમાં તો સમયના વહેણ સાથે બધુ વિસાઇ જાય. આવા અનેક તંત્રીલેખનો વર્ષોથી વાંચુ છું. વળી પડોશમાં જ કોલમ ઊભી રહે. જાણે સોનામાં સુગંધ. આ તંત્રીલેખ ઝબકાર સમો છે. ભેળસેળ વર્તન જ દુર્ઘટના સર્જવા કારણભૂત.
સુરત         – કુમુદભાઇ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top