Business

મ્યુઝિક વિડીયોમાંથી ફિલ્મોમાં અવનીતની છલાંગ

અવનીત કૌર તેની કારકિર્દીના બીજા તબક્કામાં પ્રવેશી ચુકી છે. તમે તેને ઐતિહાસિક કથા ધરાવતી ‘ચંદ્ર નંદિની’માં ચારુમતી તરીકે જોઇ હશે કે જે એકતા કપૂરે બનાવી હતી. તે ‘અલ્લાદીન- નામતો સૂના હોગા’માં પણ હતી. ટી.વી. શ્રેણીમાં કામ કરનાર ત્યારે પોતાને વધારે સફળ માને છે જયારે ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં કામ મળવા માંડે. 2010થી દશેક વર્ષ ટી.વી. પર દેખાવા સાથે ફિલ્મો મળવા માંડી અને હવે તે કંગના રણૌત નિર્મીત પહેલી જ ફિલ્મ ‘તનુ વેડ્‌સ શેરુ’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે હીરોઇન તરીકે આવી રહી છે. તેણે ‘મર્દાની’ ફિલ્મમાં મીરાની ભૂમિકા ભજવી પછી ‘કરીબ કરીવ સિંગલ’, ‘ચિડીયાખાના’, ‘મર્દાની-2’ સહિત આઠેક ફિલ્મોમાં આવી ચુકી છે. ‘તનુ વેડ્‌સ શેરુ’ તેના માટે ખાસ ફિલ્મ છે. અનેક મ્યુઝિક વિડીયોમાં આવી ચુકેલી અવનીત સતત કામ કરવામાં માને છે અને જેણે કામ કરવું જ હોય તેને મળી પણ રહે છે. મ્યુઝિક વિડીયોમાં તો તે જાણે ટોપ સ્ટાર છે.

અવનીત કૌર સોશ્યલ મિડીયા પર તેની પોસ્ટસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સારી એકટ્રેસ તો છે પણ ફેશન સેન્સ બાબતે પણ લાજવાબ છે. આ કારણે તે સોશ્યલ મિડીયા પર અનેક ફોટોશૂટ શેઅર કરી ચુકી છે. તેના લુકસ પર અનેક ફીદા છે. કારણ કે કેઝયુઅલથી માંડી એથનિક, ગ્લેમરસ સ્ટાઇલીશ લુકમાં તે કમાલની જામે છે. કેવા પોઝ આપવા, તેમાં કેવા એકસ્પ્રશન હોવા જોઇએ એ બાબતે કોઇ તેને ટોકી ન શકે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ-લિટલ માસ્ટર્સમાં તે પ્રથમવાર દેખાયેલી ત્યારે 8 વર્ષની હતી. તે વખતે સેમી ફાઇનલ્સ પહેલાં એલિમિનેટ થઇ ગયેલી પણ પછી ડાન્સ કે સુપરસ્ટાર્સમાં આવી. તે હારવામાં માનતી નથી એટલે અભિનય તરફ વળી અને હવે મુખ્ય હીરોઇન બની ચુકી છે. ‘એક મુઠ્ઠી આસમાન’, ‘હમારી સિસ્ટર દીદી’ સહિતની સિરીયલો કરી ચુકેલી અવનીતને સિધ્ધાર્થ નિગમ સાથે રિલેશન હોવાની ખૂબ ચર્ચા રહેતી. તે બંને મ્યુઝિક વિડીયોમાં પણ જોડી તરીકે આવે છે એટલે એવી ચર્ચા તો થવાની. પણ તે પોતે કહે છે કે અમે સારા મિત્રો જ છીએ અને લોકો મારું નામ સિધ્ધાર્થ સાથે જોડે તો મને વાંધો નથી. હકીકતે અમે સારું કામ કરી રહ્યા છીએ એટલે બધાને અમારી ચર્ચા કરવી ગમે છે.

Most Popular

To Top