National

માતાએ પુત્રનો મૃતદેહ રિક્ષામાં લઇ જવો પડ્યો

ભારતમાં સપ્તાહોથી કોરોનાવાયરસના કેસોનું બીજું મોજું હાહાકાર મચાવી રહ્યું છે ત્યારે તેમાં ઘણા કરૂણ ચિત્રો બહાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં જોવા મળ્યું હતું કે એમ્બ્યુલન્સ કે શબવાહીનીની તંગીના કારણે એક લાચાર માતાએ અવસાન પામેલા પોતાના પુત્રનો મૃતદેહ ઓટો રીક્ષામાં લઇ જવો પડ્યો હતો.

દિવસના ૨૫૦૦ કરતા વધુ મોત કોરોનાવાયરસના દર્દીઓના નિપજી રહ્યા છે ત્યારે અનેક શહેરોના શબઘરોમાં જગ્યા ખૂટી પડી હોવાનું પણ જાણવા મળે છે. મેડિકલ ઑક્સિજન સહિતની સામગ્રીની તંગી વચ્ચે કેટલાક સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને ઑક્સિજનનો એક બાટલો કાળાબજારમાં રૂ. ૬૦૦૦ના ભાવે વેચાઇ રહ્યો છે. કેટલાક સ્થળે તો રૂ. પચાસ હજારના ભાવે પણ વેચાયો હોવાના અહેવાલ છે.

Most Popular

To Top